Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ – યુરીયા ખાતરની અછત મામલે રાઘવજી પટેલે આપ્યું આ નિવેદન

Share

યુરીયા ખાતરની અછત મામલે રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે,યુરીયા ખાતરની હાલ કોઈ અછત નથી.

દરેક મંડળીમાં પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો અવેલેબલ છે તેમ તેમણે કહ્યું હતું. સૌરાષ્ટ્ર સહીત રાજયમાં પુરતો જથ્થો હોવાનું રાઘવજી પટેલે કહ્યું હતું. અગાઉ ખાતર ખૂટવાને લઈને રાવ ઉઠી હતી. ત્યારે આ બાબતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટી સ્પષ્ટતા મીડિયા સમક્ષ કરી છે અને ખાતરનો જથ્થો ખૂટ્યો નથી. કેન્દ્ર તરફથી ગુજરાતને ખાતર પુરતા પ્રમાણમાં અપાયું હોવાનું તેમણે કહ્યું હતું. રાજકોટમાં આવતીકાલે પીએમના કાર્યક્રમની સમીક્ષા તેમણે કરી હતી.

Advertisement

કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજકોટમાં પ્રેસ મીડિયાને સંબોધન કર્યું હતું. રાજકોટ શહેરના વિકાસના કામોની ભેટ આવતીકાલે પીએમ આપશે. આજે સમગ્ર દેશમાં વિકાસની દોડ જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી રાજકોટમાં આવી રહ્યા છે ત્યારે સરકારી તંત્રથી લઈને તમામ લોકો તેમનો સત્કારવા માટે ઉમટી પડશે. 1 લાખથી વધુ તેમને સાંભળવા સભામાં હાજરી આપશે.

સૌરાષ્ટ્રમાં અમદાવાદ જેતપુર સિક્સ લેન રોડ 1600 કરોડના ખર્ચે વડાપ્રધાનની પહેલના પરીણામે મંજૂર થયો. અમૃતસર જામનગર રોડ પણ આપણને મળ્યો છે. એમ્સથી લઈને સૌરાષ્ટ્રના અન્ય વિકાસના કામો પણ થયા છે. આવતીકાલે રાજકોટને નવા અદ્યતન એરપોર્ટની ભેટ મળશે.


Share

Related posts

આણંદ : વિવાહ પાર્ટી પ્લોટમાં ધાર્મિક કાર્યક્રમના નામે હાઈપ્રોફાઈલ ગરબાનું આયોજન: કિંજલ પણ વિવાદમાં

ProudOfGujarat

નર્મદાના બીટીપી અધ્યક્ષ ચૈતર વસાવાની ધરપકડ કરવા ભાજપા અને બોગજ ગ્રામજનોની માંગ.

ProudOfGujarat

ભરૂચ : મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા NEET તથા JEE નું પરિણામ આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!