Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : સાબરિયા ગામના સુરેશ્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઇ

Share

સાબરીયા ગામે સુરેશ્વર મહાદેવ મંદિરે મહંત અને ઉદાસીન અખાડાના સાધુ હરદેવ મુનિ મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી નિમિત્તે સંત મિલાપ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તો દેવદર્શન અને ગુરુ દર્શન માટે ઉમટી પડ્યા હતા. માંગરોળ ઉમરપાડા અને વાલીયા તાલુકાના ભાવિક ભક્તોએ દર્શન કરી મહંતના આશીર્વાદ લીધા હતા. રૂધા ગામના ભગુભાઈ ચૌધરી, વાડી ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ વસાવા, વાંકલના નારણભાઈ પટેલ, અમિતભાઈ પટેલ ઝંખવાવના નિલેશભાઈ ખત્રી, મહેશભાઈ ખત્રી, દિલીપભાઈ ગામિત સહિતના ભક્તોએ ધાર્મિક પર્વનો લાભ લઈ ગુરુજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

છેલ્લા ૨૮ માસથી ગુમ/અપહરણ થયેલ નાબાલીક બાળકીને આરોપી સાથે ઝડપી પાડતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડ ભરૂચ

ProudOfGujarat

પંચમહાલ : સુજલામ સુફલામ યોજના હેઠળ લાખો રૂપિયાનાં ખર્ચે બનેલી પાણીની ટાંકી ઉનાળામાં બની રહી છે શોભાના ગાઠીયા સમાન.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં નંદેલાવ ગામે નલ સે જલ યોજના અંતર્ગત ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!