Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાની 108 ઝધડીયા ટીમ દ્વારા કિંમતી સામાન પરત કરી પ્રામાણિકતાનુ ઉત્તમ ઉદાહરણ પુરું પાડયુ

Share

તારીખ 4 ઑગસ્ટ 2023 ના રોજ ભરૂચ જિલ્લાની 108 ઝઘડીયા એમ્બ્યુલન્સને સાંજે 6:30 વાગ્યેના સુમારે ઝઘડિયા – રાજપારડી રોડ ઉપર સુલતાનપુરા નજીકનો રોડ એકસીડન્ટનો કેસ મળ્યો હતો. જેમાં ઝઘડિયા 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઇએમટી અમિતકુમાર પરમાર તથા પાયલોટ કમલેશભાઈ વસાવા એમ્બ્યુલન્સ લઈ તરત જ સ્થળ પર જવા નીકળ્યા હતા.

જેમાં સ્થળ પર પહોંચી દર્દીને તપાસતા દર્દીને માથાના ભાગે ઇજા થઈ હતી તેથી તરત જ સ્થળ પર સારવાર આપી નજીકના પીએચસી અવિધા વધુ સારવાર માટે લઈ ગયા હતા. આ દરમિયાન દર્દી પાસેથી આશરે એક લાખ રૂપિયા (1,00,000), એક લેપટોપ, ત્રણ મોબાઈલ, ઘડિયાળ અને કીમતી દસ્તાવેજો મળ્યા હતા. જે દર્દીના ભાઈને બોલાવીને અવિધા પીએસસી પર જ પરત કર્યા હતા. આમ 108 ટીમે પ્રમાણિકતાનો વધુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચના સારંગપુર ખાતેથી 6 શખ્સોને પત્તા પાના વડે જુગાર રમતા ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ

ProudOfGujarat

ભરૂચ : જુના તવરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરાના ગોરવામાં જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડતી PCB પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!