Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર ગામે “મેરી માટી મેરા દેશ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

Share

ભરૂચ તાલુકાના નબીપુર ગામે આજરોજ મેરી માટી મેરા દેશ અંતર્ગત નબીપુર કુમાર શાળા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કાર્યક્રમનું અભિવાદન કરી દેશ માટે શહીદ થનાર વીરોને યાદ કરીને સૌ‌એ એક સાથે શહીદ વીરોની યાદમાં બનાવેલ શીલા ફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હાજર તમામ લોકોએ ભેગા મળી વૃક્ષારોપણ કરી વસુંધા વંદનમ કર્યું હતુ

ત્યારબાદ સૌ‌એ હાથમાં માટી/કોડિયામાં માટી લઈ પંચપ્રણના શપથ લીધા હતાં ત્યારબાદ વીરોને વંદન કરી ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી, ગામ પંચાયતના સભ્યો, ગામ સેવક, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કરો, તેમજ શાળાના બાળકો અને આગેવાનો જોડાયા હતાં.

Advertisement

Share

Related posts

લીંબડી દોલતસાગર વચ્ચે આવેલ ટેકરીની દુર્દશા

ProudOfGujarat

ભરૂચમાં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજનો પરંપરાગત ગરબા મહોત્સવ : સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ

ProudOfGujarat

તાજેતરમાં પાટણ જિલ્લામાં સ્વ. ભાનુપ્રસાદ વણકરની આત્મવિલોપનની ઘટના અંગે રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ દ્દવારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!