Proud of Gujarat
FeaturedGujaratINDIA

સીએમ ભૂપેન્દ્ર પટેલે 12 મહિલા ધારાસભ્યોને આપી વિશેષ ભેટ, સવા કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાઈ

Share

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજ્યના પ્રત્યેક મહિલા ધારાસભ્યને તેમના મત વિસ્તારમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે 2023-24 ના વર્ષ માટેની નિયમિત ગ્રાન્‍ટ ઉપરાંત સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

રસ્તાના કામો માટે સવા કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. રોડ રસ્તા માટેની ગ્રાન્ટ અધિકાર હસ્તક સીએમ ફાળવી શકે છે. ત્યારે રાજ્યમાં રોડ રસ્તાની સ્થિતિ રાજ્યમાં વરસાદને લઈને ખરાબ જોવા મળતી હોય છે. ગુજરાતની 12 મહિલા ધારાસભ્યો કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોને ગ્રાન્ટ સવા કરોડની ફાળવવામાં આવી છે.

Advertisement

ખાસ કરીને એ વિસ્તારની અંદર રોડ રસ્તા વધુ સારા થઈ શકે છે. રોડ રસ્તાની કામગિરી સીએમના પોર્ટફોલિયામાં આવે છે ત્યારે રાજ્યમાં રોડ રસ્તાના કામોને વધુ સારી રીતે કરી શકાશે. અગાઉ વધુ ગ્રાન્ટ ફાળવવા મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે આ વાતને પ્રાધાન્ય આપતા સીએમ દ્વારા 2023-24 ના વર્ષ માટેની નિયમિત ગ્રાન્‍ટ ઉપરાંત સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


Share

Related posts

બંબાખાના જીન કમ્પાઉન્ડમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં બાંધકામ બાબતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

ProudOfGujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 124 મું અંગદાન, બે કિડની અને એક લીવરનું દાન

ProudOfGujarat

વિરમગામના સામાજિક કાર્યકરે સરકારી દવાખાનામાં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!