Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ચકલાસીથી ૧.૬૨ લાખના મુદ્દામાલ સાથે બે ઇસમ ઝડપાયા.

Share

એલ.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચકલાસી પો.સ્ટે. વિસ્તાર કણજરી ચોકડી પાસે એ.એસ.આઇ ચંન્દ્રકાન્ત ગોવિંદભાઇને બાતમી મળી હતી કે ભોઇવાસ ચકલાસી જાદવપુરા ખાતેથી હાર્દિકકુમાર રતીલાલ ભોઇ રહે. ભોઇવાસ ચકલાસી અને વિશાલકુમાર ઉર્ફે જગો દિનેશભાઇ પરમાર રહે. ચકલાસી, લક્ષ્મીપુરા, પાસેથી એક ડ્રીલ મશીન, બે સોલર પેનલ/પ્લેટ તથા એક સબમર્શીબલ પંપની સાથે ભોઇવાસ ચકલાસી જાદવપુરા ખાતેથી શકમંદ હાલતમાં મળી આવતા  મુદ્દામાલના માલીકી અંગેના દસ્તાવેજો તથા આધાર પુરાવા માંગતા તેની પાસે નહી હોવાનું જણાવતા અને કોઇ સંતોષકારક જવાબ નહી આપતા તમામ મુદ્દામાલ ચોરી અને છળકપટથી મેળવેલ હોવાનો શંકા જતા બંન્ને ઇસમોની ઘનિષ્ટ પુછપરછ દરમ્યાન સામાન પૈકી ડ્રીલ મશીન આજથી આશરે બે દિવસ પહેલા ભુમેલ લક્ષ્મીપુરા બુલેટ ટ્રેનના પીલર  ની ઉપરથી ચોરી કરેલ હતી તેમજ સોલર પેનલપ્લેટ આજથી આશરે બે મહીના પહેલા બેડવા ગામે બુલેટ ટ્રેનનું કામકાજ ચાલુ હોય ત્યાથી ચોરી કરેલ હતી તેમજ સબમર્શીબલ પંપ વાસદના રાજુપુરા ગામની પાસે આવેલ ખેતરમાંથી ચોરી કરી હતી. જે બાબતે તપાસ કરતા  ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે ડ્રીલ મશીન ચોરી બાબતનો ગુનો દાખલ થયેલ છે. ડ્રીલ મશીન બે નંગ સોલર પેનલ/પ્લેટ તથા સબમર્શીબલ પંપ તથા બંન્ને ઇસમોના મોબાઇલ ફોન  મળી કુલ રૂ. ૧ લાખ ૬૨ હજાર ૫૫૦નો મુદ્દામાલ સાથે બન્ને ઇસમોની અટકાયત  કરી વધુ કાર્યવાહી ચકલાસી પોલીસ સ્ટેશને સોંપેલ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના વાલિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ તરીકે સવિતાબેન અમરતભાઈ વસાવાએ ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

આઇ.સી.આઇ.સી.આઇ લોમ્બાર્ડ રજૂ કરે છે, ઇન્સ્ટન્ટ મોટર વીમા ક્લેમ રજિસ્ટ્રેશન માટે અલગ વોઇસ બોટ સર્વિસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!