Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં સચિન વિસ્તારમાં 3 વર્ષની બાળકી ટેમ્પોમાંથી રમતાં-રમતાં અચાનક પટકાઈ, સારવાર દરમિયાન મોત

Share

સુરતમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સચિન સ્ટેશન પાસે એક બાળકી ટેમ્પોમાં રમી રહી હતી, ત્યારે અચાનક પટકાઈ હતી. આથી તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.

મળતી માહિતી મુજબ, સુરતના સચિન વિસ્તારમાં છેલ્લા 12 વર્ષથી મૂળ ઉત્તરપ્રદેશના વતની અખિલભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે. સચિન સ્ટેશન પાસે જ શાકભાજીની લારી ચલાવી અખિલભાઈ પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને બે દીકરી છે, જેમાં 3 વર્ષની શિવાની પરિવારની મોટી દીકરી હતી. 4 ઓગસ્ટના રોજ જ્યારે શિવાની નજીકમાં ટેમ્પોમાં રમી રહી હતી. ત્યારે અચાનક તે નીચે પટકાઈ હતી. આથી તેણીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.

Advertisement

બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ હતી. આ મામલે પોલીસને જાણ થતા ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Share

Related posts

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામનું ગૌરવ.

ProudOfGujarat

વડોદરામાં 4 ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા..!

ProudOfGujarat

ભરૂચ : બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તુ અનાજ ન મળતા જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદારને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!