Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ અને અલવા માર્ગ પર ગમખ્વાર અકસ્માત, ચાર વ્યક્તિના મોતથી શોકનો માહોલ છવાયો

Share

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લાના હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ ચાલુ વર્ષે વધુ જોવા મળ્યું છે તેવામાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના હાંસોટ તાલુકામાંથી સામે આવતા પંથકમાં ગમગીની સાથે શોકનો માહોલ છવાયો છે.

સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાંસોટ અને અલવા ગામ વચ્ચે આજે બપોરના સમયે બે કાર સામ સામે ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા તેમજ ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ઘટના અંગેની જાણ હાંસોટ પોલીસને થતા પોલીસનો કાફલો સ્થળ ઉપર રવાના થયો હતો તેમજ સમગ્ર મામલા અંગેની વધુ તપાસ હાથધરી હતી, હાલ પ્રાથમિક સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ભરૂચનાં મુસ્લિમ પરિવારને આ અકસ્માત નડ્યો હતો જે બાદ તેઓને હાંસોટ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે મામલે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

જિલ્લાના ઔદ્યોગિક એસોસીએશનો / ઉદ્યોગકારોની પડતર નીતિ વિષયક કે વ્યક્તિગત પ્રશ્નોની વિગતો મોકલવા અનુરોધ

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદે રમેશભાઈ વસાવાની પસંદગી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!