Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ડબર મર્ડર કેસ: પુત્રવધુને ૪૪ અને વેવણને ૨૪ ઘા કરી જાતે આપઘાતનો પ્રયાસ કર્યો : પોલીસે પાંચ પાનાની આંત્યેતિક ચિઠ્ઠી કબજે કરી, પુત્રવધુ અને તેના પરિવારના ત્રાસથી ત્રસ્ત હતાં

Share

 

 

Advertisement

 

ભરૂચના ડબલ મર્ડર કેસમાં મૃતક પરીણિતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં બેવડી હત્યાને અંજામ આપનાર જૈનુલ ઝનોરવાલાની આંત્યેતિક ચિઠ્ઠી મળી છે. પોલીસે પાંચ પાનાની ચિટ્ટી કબજે કરી તેના આધારે પણ તપાસની દિશા નક્કી કરી છે.

ભરૂચના ૭૫ વર્ષીય જૈનુલ ઝનોરવાલાએ કોઠી રોડ પર રહેતાં તેમના પુત્ર ડો. યુસુફ ઝનોરવાલાલના ઘરે જઈ તેમની પુત્રવધુ અલિફીયાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. જેબાદ પારસીવાડમાં જઈ પુત્રવધુની માતા અને તેમની વેવણ શહેનાઝ નમકવાલાની ફ઼રતાથી હત્યા કરી જાતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મામલામાં તેમના વેવાઈ અબ્દુલહુસેન નમકવાલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ બન્ને મૃતકોના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, જૈનુલ ઝનોરવાલાએ તેમની પુત્રવધુ અલિફીયાને તિક્ષ્ણ હથિયારથી ૪૪ ઘા કર્યા હતાં. જ્યારે વેવાણ શહેનાજને ૨૪ ઘા કર્યા હોવાનું જણાતાં તેઓની જે તે સમયથી માનસિકતા કેટલી હદે ખરાબ થઈ હશે તે દર્શાવી રહ્યું છે.બીજી તરફ તેમણે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને બચાવી લેવાતાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે. જોકે, તેમણે ૫ પાનાની આંત્યંતિક ચિઠ્ઠી લખી હતી, જેમાં તેમણે તેમની પુત્રવધુ તેમજ વેવાઈ-વેવણ દ્વારા તેઓને કેવા પ્રકારન ત્રાસ ગુજારાતો હતો. તેની કેફિયત રજૂ કરી છે. પોલીસે આંત્યેતિક ચિઠ્ઠી કબજે કરી મામલાની તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

રાજપીપળા : આપ ના નર્મદા જિલ્લા પ્રમુખ ભૂખ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

સુરત : ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ૧૩.૫૬ લાખની કિમતનું ચરસ ઝડપાયું

ProudOfGujarat

ઝઘડીયા : સારસા ગામે વૃદ્ધા પર વાનરના હુમલા બાદ પાંજરુ ગોઠવાતા એક વાનર ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!