Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના ચાંચવેલ-પાલડી ડાઈવર્ઝન રોડ પર ફરી અકસ્માત, ભારે ટ્રક પલટી; ડ્રાઈવર-ક્લીનરનો આબાદ બચાવ   :   બ્રિજના કામ વચ્ચે ખરાબ ડાઈવર્ઝન રોડ બન્યો જોખમી; સતત બીજા દિવસે ટ્રાફિક સમસ્યા બાદ સ્થાનિકોમાં રોષ

Share

 

વાગરા તાલુકાના ચાંચવેલ-પાલડી વચ્ચે બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી બદલપુરાથી ઓછણ તરફ બનાવવામાં આવેલા ડાઈવર્ઝન માર્ગ પર આજે એક ભારે ટ્રક પલટી જવાની ઘટના બની હતી. સદનસીબે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

Advertisement

પ્રાથમિક માહિતી મુજબ ડાઈવર્ઝન રોડ પર મોટા ખાડા અને માર્ગની બિસ્માર હાલતને કારણે ટ્રકનું સંતુલન બગડતાં તે પલટી ગઈ હતી. ઘટનાને પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ડાઈવર્ઝન રોડ પર અવારનવાર ભારે વાહનો ફસાઈ જાય છે. ગઈકાલે પણ આ જ માર્ગ પર એક ટ્રક ફસાઈ જતાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સતત બે દિવસમાં બનેલી આવી ઘટનાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોએ તંત્રને ડાઈવર્ઝન રોડનું તાત્કાલિક સમારકામ કરવા, ખાડા પુરવાની કામગીરી હાથ ધરવા તેમજ ભારે વાહનો માટે સુરક્ષિત વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સ્થાનિકોના મતે સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માતોની શક્યતા નકારી શકાય તેમ નથી.


Share

Related posts

26 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદની કર્ણાવતી ક્લબમાં ગરબો ગોળ ફર્યો!

ProudOfGujarat

નેત્રંગ : મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સંયુક્ત ઉપક્રમે કપાસ પાક પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

ગોધરા : સદભાવના મિશન ક્લાસમાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતી દિકરીની બર્થ ડેની ઉજવણી કરી એકતાની મિશાલ પુરી પાડતાં શિક્ષક ઈમરાનભાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!