Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બીજા ટ્રેક પર ઉભેલા ડમ્પરમાં આયશર ભટકાતાં ચાલકનું મોત

Share

કારેલા ગામ પાસે બનેલી ઘટના, ખોટકાયેલાં ડમ્પર ચાલકે કોઈ આડસ ન મુકતા દુર્ઘટના સર્જાઈ

ભરૂચ

Advertisement

ભરૂચના વાગરા તાલુકામાં આવેલાં અંભેટા પાસે રહેતાં બિહારના ગોપાલગંજના વતની મહંમદ મુન્ના અમરઅ  મીયા એક કંપનીમાં વેલ્ડર તરીકે નોકરી કરે છે. તે રાત્રીના સમયે ઘરમાં સુઈ રહ્યાં હતાં. તે વેળાં એકાદ વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો કે, તેમના સાળા જૂનેદઅલી બાબુજાન મીયાનું દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઈવે પર કારેલા ગામ પાસે અકસ્માત થયો છે. અને તેમને હાઈવે એમ્બ્યુલન્સમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં છે.

જેના પગલે તેઓ તુરંત ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તપાસ કરતાં તેમના સાળાનું મોત થયેલાંનું જણાયું હતું. જે બાદ તેમણે દિલ્હી-મુંબઈ એકસપેસ વે પર અકસ્માત સ્થળે પહોંચતાં ત્યાં તેમણે જોયું હતું કે. એક હાઈવા ડમ્પર બગડેલી હાલમાં રોડની વચ્ચોવચ્ચ બગડેલી હાલતમાં કોઈ પણ પ્રકારની આડાસ કે રિફ્લેક્ટર લાઈટ મુક્યા વગર પાર્ક કરેલી જણાઈ હતી. રાત્રીના સમયે તેમના તેમનો સાળો ટૂંક લઈને આવી રહ્યો હતો. તે વેળાં અંધારામાં કોઈ પણ પ્રકારના આડસ વિના રોડ પર ઉભેલા ડમ્પરમાં પોતાનું આવશર અથાડી દીધું હતું. અકસ્માતને કારણે તેમના આયશરનું આખુ ડ્રાઈવર કેબીન દબાઈ જતાં તેમાં કસાઈ જવાથી તેના સાળાને ગંભીર ઈજાઓ થઈ હોવાનું માલુમ પડયું હતું. બનાવને પગલે કોઈ પણ પકારના આડસ કે રિફલેક્સન લાઈટ મુક્યા વિના રોડની વચ્ચોવચ્ચ ટેમ્પો મુકી દેનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સીએમ ભુપેન્દ્ર પટેલે બોડેલીમાં પુર અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત.

ProudOfGujarat

માંગરોળ ઉત્તરવાહિની પરિક્રમામાર્ગ ગંદકીથી ઉભરાયો, પરિક્રમાવાસીઓએ સેવાભાવિ સંસ્થાઓની સેવા લજવી.

ProudOfGujarat

ભરૂચ : અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!