Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇલાવ ગામે નશામુક્તિ શિબિર યોજાઈ, ગ્રામજનોને વ્યસનથી દૂર રહેવા અપીલ :  ભરૂચ DLSAના મેગા કાનૂની જાગૃતિ અભિયાન અંતર્ગત આયોજન; નશાના શારીરિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે ગ્રામજનો-વિદ્યાર્થીઓને સમજ અપાઈ

Share

 

ભરૂચ :

Advertisement

NALSA તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ હેઠળ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં મેગા કાનૂની જાગૃતિ અભિયાન અંતર્ગત નશામુક્તિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇલાવની કુમાર અને કન્યા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી શિબિરમાં ગ્રામજનો ઉપરાંત આસપાસના ગામોના સરપંચો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલિન સચિવ પી.પી. મોકાશીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નાલસા દ્વારા અમલમાં મૂકાતી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કાનૂની સહાય અને બંધારણીય અધિકારો અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

નશામુક્તિ શિબિરમાં નશાના કારણે થતા શારીરિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે ગ્રામજનો તથા વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. નશાની લત વ્યક્તિ સાથે સમગ્ર પરિવારના સુખ-શાંતિ અને આર્થિક સ્થિતિને પણ અસર કરે છે, ત્યારે નશામુક્ત સમાજ અને ખુશાલ પરિવારના નિર્માણ માટે વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.

મેગા કાનૂની અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં લોક અદાલત, મફત કાનૂની સલાહ, કાનૂની સહાય અને બંધારણીય અધિકારો અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર સંજય દુબે, પ્રયાસ ફાઉન્ડેશનના આશિષ બારોટ, ઇલાવના સરપંચ નિશા રાઠોડ, તલાટી નિલેશ પરમાર, શાળાના આચાર્ય દીપક સોલંકી સહિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૨ ની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ યોજાયો.

ProudOfGujarat

કેબલ બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!