Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીઆઈડીસી માં આવેલ જેબસન્સ કંપનીમાં મોડી રાત્રીના આગ ફાટી નીકળતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે, ખાસ કરી જિલ્લામાં આવેલ ઔધોગિક એકમોમાં છાશવારે આગ ભભુકી ઉઠવાના બનાવો સામે આવતા હોય છે, તેવામાં વધુ એક બનાવ ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાંથી ગત રાત્રીના સમયે સામે આવતા લાય બંબા દોડતા થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જેબસન્સ કંપનીમાં મોડી રાત્રીના સમયે અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં નાશભાગ મચી હતી, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ.

ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ બે જેટલાં લાય બંબા લઈ સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગની જવાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી જહેમત બાદ તેના ઉપર કાબુ મેળવ્યો હતો.

Advertisement

જેબસન્સ કંપનીમાં આગ ક્યા કારણોસર લાગી તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ ન હતી, જોકે આગના પગલે કંપનીમાં મોટી નુકશાની થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જોકે સદનસીબે સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકો અને કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.


Share

Related posts

ભાવનગર જીલ્લામાં ગારીયાધાર  મા બપોર બાદ વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત…

ProudOfGujarat

કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લામાં ખેલાડીઓ અને જાહેર જનતા માટે રમતો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલ પુરતા બંધ રખાયા

ProudOfGujarat

પહેલીવાર ‘ રાંચી કોન્ટેસ્ટ ’ થકી છોટાઉદેપુરનાં યુવાનો ક્રાંતિવીર બિરશા મુંડાની જન્મભૂમિ પર પગ મૂકી શકશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!