Proud of Gujarat
Uncategorized

કેવડીયામાં આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રીસન પાર્કના કૌભાંડમાં પગલા લેવા કલેક્ટરને આવેદન પાઠવાયું

Share

નર્મદા જિલ્લામાં આવેલ કેવડીયાનાં ચિલ્ડ્રન ન્યુટ્રીસન પાર્કમાં થયેલા કૌભાંડમાં પગલાં લેવા નર્મદા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે

ભિલિસ્તાન લાઈન સેનાનાં અગ્રણી સાહિદ મન્સૂરીની આગેવાનીમાં આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ અમો અરજદારો કેવડીયા વિસ્તારના સ્થાનિક આદિવાસી લોકો છીએ અમારા વિસ્તારમાં હાલ દુનિયાનું સૌથી ઉંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવેલ છે જેમાં અમો આદિવાસી લોકોનું જ બલીદાન સમાવેશ થયું છે. અમારા જંગલો, જમીન, જળ તમામ વસ્તુનું બલીદાન આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેખીતમાં તેમજ મૌખીકમાં અમો સ્થાનિકોને હમેશા માટે રોજગારી આપવાના વાયદા કર્યા હતા માટે અમે આપ સમક્ષ રજુઆત કરી કેવડીયા ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીસન પાર્ક આવેલ છે જેમાં સંચાલન રૂપે ગુજરાત ઇકોલોજી કમીશન દ્વારા કરવામાં આવેલ છે. આ ગુજરાત ઇકોલોજી કમીશન ગુજરાત વન પર્યાવરણ વિભાગમાં આવે છે જેમાં ઉત્તરપ્રદેશના નોઇડાની મેરો ફોર્મ (ઈન્ડીયા) પ્રા.લી. નામની કંપનીને ગુજરાત ઇકોલોજી કમીશનના સેક્રેટરી તથા સીનીયર મેનેજર દ્વારા તમામ પ્રકારના કોન્ટ્રાકટ આપવામાં આવે છે જેમાં ગત ૨૮ જુન ૨૦૨૩ ના રોજ છાપામાં આવેલ હતું કે ગુજરાત સરકારના તમામ નિયમોને નેવે મુકી મેરો ફોર્મ કંપનીને 5 કરોડના 30 કરોડ કરી આપી દીધા જેનું ખુબ મોટું કૌભાંડ બહાર આવે તેમ છે જે હાલ તપાસનો વિષય છે.

Advertisement

ગુ.ઇ. કમીશન HR ના નિયમો બનાવતો સુરત ના રાવ કે જેઓ પોતે કોન્ટ્રેકટર છે તેઓજ અમારા આદિવાસીઓની રોજગારી માટે નિયમો બનાવતા હોય તેમ લાગે છે ગુ.ઈ.કમીશન તેનો પોતાનો પાવર આ રાવને આપી દીધેલ હોય તેમ ગુ.ઈ.કમીશન ના સેક્રેટરી તથા સીનીયર મેનેજર મુક દર્શક બની અમારા આદિવાસીઓને લુંટવાનો તમાસો જોઈ રહ્યા છે અને મેરા ફોર્મ કંપનીના ઉઘરાણાં પાછલા બારણે આ બે અધીકારીઓ કરી રહ્યા છે જેથી આ સેક્રેટરી, સીનીયર મેનેજર ખુબ જ મોટો ગોટાળો કરેલ હોય તેમ લાગે છે તેમજ અન્ય કરોડોના ગોટાળા થયા હોવાના ઉપરોક્ત તમામ આક્ષેપ આવેદનમાં લગાવ્યા છે.

ઉપરાંત આદિવાસી અગ્રણીઓ દ્વારા વન મંત્રીને વારંવાર આ વિષય પર રજુઆતો થાય છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી અને અમો આદિવાસી લોકો સાથે અન્યાય થાય છે. સરકારના અધિકારીઓ ભ્રષ્ટ પ્રાઇવેટ કંપનીઓને પ્રજાના ટેક્ષના પૈસા કરોડો રૂપિયાનાં કામ આપી ભ્રષ્ટાચાર આચારે છે તથા ગુજરાત સરકાર કેમ મૌન બેસી રહી છે માટે આ મેરા ફોર્મ કંપનીનો કોન્ટ્રાકટ તાત્કાલિક રદ થાય તેમજ તેના પર કાર્યવાહી થાય તેનું લાયસન્સ રદ કરવામાં આવે તેમજ અમારી માંગ છે. કલેકટર આ વિષય પર સંપૂર્ણ તપાસ મેળવે ત્યારબાદ તેઓ જાતે ચાર્જ સંભાળે તેવી અરજ છે. અમારી માંગણી નહી આવે તો દીન-૧૦ માં અમો તમામ આદિવાસી સંગઠનો ભેગા થઈ કેવડીયા ખાતે આવતા તમામ રોડ રસ્તા રોકી રસ્તા રોકો આંદોલન કરી સમગ્ર પ્રકરણ ને દેશ તથા દુનિયા સામે ઉજાગર કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજુઆત કરીશું.


Share

Related posts

રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત કેવડીયા કોલોની ખાતે 0 થી ૫ વર્ષના બાળકોને પોલિયોને રસીના ટીપાં પીવડાવ્યા

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૪૩૫ મિ.મિ વરસાદ નોંધાયો.

ProudOfGujarat

વેજલપુરના યુવાન,ભાઈઓ, બહેનોએ મોટી સાંખ્યમાં શોભાયાત્રા હાજર રહ્યા હતાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!