Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ રેડ ક્રોસ બ્લડ બેંક હોલ ખાતે વિમા સંબંધિત ફરિયાદોના નિઃશુલ્ક નિવારણ માટે સેમિનાર યોજાયો

Share

નડિયાદ રેડ ક્રોસ બ્લડ બેંક હોલ ખાતે વિમા લોકપાલ ઓફિસ અમદાવાદ દ્વારા વિમા સંબંધિત ફરિયાદોના નિઃશુલ્ક નિવારણ માટે સેમિનાર આયોજીત કરેલ. વીમા લોકપાલ સી. વિકાસ રાવે  વિમા લોકપાલ ધારો, ૨૦૧૭ ને લગતી ઉપયોગી માહિતી તથા ફરિયાદ કરવાની પ્રક્રિયાની જાણકારી હાજર રહેલા વિમા એજન્ટો અને લોકોને આપી હતી.

અમદાવાદની વિમા લોકપાલ કાર્યાલયે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં ૬૧૩૦ ફરિયાદોનો નિકાલ કર્યો હતો તેવું જણાવતા તેમણે કહ્યું હતું કે આ નિકાલ કરાયેલી ફરિયાદો કુલ ફરિયાદોનો ૯૯.૬૩% થાય છે. ગત વર્ષે ૭૯% ફરિયાદોનો નિકાલ માત્ર ૩૦ દિવસમાં કરવામા આવ્યો હતો. ચાલુ વર્ષે ૮૯% સુધી પહોંચ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિમા લોકપાલ અમદાવાદ કાર્યાલય વીમાને લગતી ફરિયાદોના ત્વરિત નિકાલ માટે કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં ભારતીય જીવન વિમા નિગમના નડિયાદ વિભાગના વડા મોહન સિંધ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

આમોદ તાલુકા ના સુથોદ્રા ના ગામ લોકોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

જંબુસર : ગણેશ ચોકના મકાનમાંથી શ્રાવણિયો જુગાર રમતા છ જુગારિયા ઝડપાયા.

ProudOfGujarat

સંભાવના-BTP-BJP નું શુ થવા જઇ રહ્યું છે ગઠબંધન..?-મહેશ વસાવા અને છોટુ વસાવા આમને સામને થતા ચર્ચાઓએ જોર પકડ્યું…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!