Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના શાહ ગામે દીપડા એ ગાયનું મારણ કર્યું

Share

માંગરોળ તાલુકાના શાહ ગામે દીપડાએ ગાયનું મારણ કરતા તાલુકામાં દીપડા દ્વારા પશુઓના મારણ કરવાના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં માંગરોળ તાલુકાના મોટી પારડી ગામે વાછરડાનું મારણ દીપડાએ કર્યું હતું તેમજ પાછળના વર્ષની તુલનામાં ચાલુ વર્ષે દીપડા દ્વારા પશુઓના મારણ કરવાની ઘટનામાં મોટો વધારો થયો છે જેથી પશુપાલકો પણ ચિંતિત બન્યા છે. શાહ ગામના મહિલા પશુપાલક જીગીશાબેન શ્રવણભાઈ વસાવાની માલિકીની ગાયને સીમમાં ચરાવા માટે ગોવાળ લઈ ગયો હતો આ સમયે પશુઓથી ગાય વિખુટી પડી ગઈ હતી અને જી આઇ પી સી એલ કંપની માઈન્સ નજીક ગ્રીન બેલ્ટ એરિયામાં પહોંચી ગઈ હતી ત્યારે દીપડાએ ગાયનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ પશુપાલક જીગીશાબેન શ્રવણભાઈ વસાવા એ વન વિભાગને કરતા વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પડતર માંગણીઓ ન સંતોષાતા નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કક્ષાનો ધરણા કાર્યક્રમ કરી ભજન કીર્તનનું આયોજન કરાયું.

ProudOfGujarat

રકુલ પ્રીત સિંહએ અમદાવાદમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો.

ProudOfGujarat

દેશભરમાં બની રહેલા દુષ્કર્મની ધટનાઓનાં ધેરા પ્રત્યાધાત પડીયા છે દેશનાં લોકોમાં નરાધમો પ્રત્યે રોષ ભારે આક્રોશ છે જેમાં દેશભરમાં નરાધમોને કડક સજાની માંગણી કરવામાં આવી છે જેમાં ભરૂચનાં જાગૃત નાગરિકો દ્વારા સ્ટેશન રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરતાં કાર્યક્રમ કર્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!