Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના વેસદડા ગામ ખાતેથી દેશી બનાવટની પિસ્ટલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

Share

ભરૂચ જિલ્લામાં ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપતાં તત્વો સામે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ દ્વારા સતત ગુનેગારોને ઝડપી પાડી તેઓના નાપાક મનસુબાઓ ઉપર પાણી ફેરવી તેઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે, તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને વધુ એક મોટી સફળતા હાંસિલ થઈ હતી.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ તાલુકાના વેસદડા ગામ ખાતેના આહીર ફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, દરમ્યાન ત્યાં ફરતા ઈસમ મુકેશ સીંગ ગેવરસીંગ રાવત રહે, હાલ આહીર ફળિયું વેસદડા મૂળ રહે રાજસ્થાન નાને કોર્ડન કરી તેની તલાસી લેતા તેના કમરના ભાગે રહેલા દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી.

Advertisement

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ પિસ્ટલ અંગેના આધાર પુરાવા માંગતા તેની પાસે મળી આવ્યા ન હતા જે બાદ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ પૂછપરછ કરતા આ પિસ્ટલ તેણે પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવવા આવનાર શેરૂ નામક ઈસમ પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું, હાલ ક્રાઇમ બ્રાંચ દ્વારા મુકેશ સીંગ રાવતની ધરપકડ કરી મામલે 25 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કર્યવાહી હાથધરી છે.


Share

Related posts

ભરૂચ તાલુકાના ઝંઘાર ખાતે સમૂહ શાદી ની આયોજન થયું.૧૧ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા…

ProudOfGujarat

માંગરોલ તાલુકાની નાની નરોલી વેલફેર હાઈસ્કૂલનું ધોરણ 10 નું 91% ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

નર્મદાના નોંધારાનો આધાર સહીત નેશનલ એવોર્ડ ગણાતા પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ-21 માટે નોમિનેટ થયેલા ચાર પૈકી ત્રણ પ્રોજેક્ટ સેમી ફાઇનલથી ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!