Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાના પખાજણ ગામ ખાતે પતિ-પત્ની વચ્ચે ઝઘડામાં પતિએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખતા ચકચાર

Share

ભરૂચના વાગરા તાલુકાના પખાજણ સ્થિત નિમાર્ણધીન યશો કંપનીમાં કામ કરતા કામદારે પત્ની સાથે બોલાચાલી થતા ઇસમે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર પખાજણ સ્થિત યશો કંપનીની પરિમાઇસીસના અંદરના ભાગે આવેલ કોલોનીમાં રહેતા ઉત્તમ શંકર બગડી નામનો વ્યક્તિ અને તેની પત્ની વચ્ચે વતનમાં જવા બાબતે બોલાચાલી થઈ હતી. પતિ પત્ની વચ્ચે થયેલ ઝઘડામાં પતિ ઉત્તમ શંકરને લાગી આવતા તેણે રૂમમાં ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.

બનાવની જાણ ઉત્તમ શંકર બગડીની પત્ની કલ્પનાને થતા તેના માથે જાણે આભ તૂટી પડ્યું હતું. પત્ની કલ્પનાએ વાગરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ અર્થે ખસેડી સી.આર.પી.સી ની કલમ 174 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

લીંબડી બસ સ્ટેશનમાં આવેલ પ્લેટફોર્મ પર પાર્કિંગનાં દ્રશ્યો જોવા મળ્યા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આંકડાના જુગાર સાથે બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ઈરફાન ખાન જેવી મહાન પ્રતિભા સાથે કામ કરવાની તક ગુમાવી તે દુઃખદ છે : અભિનેત્રી શિવિકા દીવાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!