Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ખાતેથી આદિવાસી અધિકાર યાત્રા નીકળી, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

Share

આજ રોજ 13 સપ્ટેમ્બર એટલે આદિવાસી અધિકાર દિવસ હોય આજરોજ નેત્રંગ ખાતેથી આદિવાસી અધિકાર યાત્રાનો પ્રારંભ થયો હતો, નેત્રંગથી આ યાત્રા નીકળી રાજપારડી, ઝઘડિયા અને વાલિયા થઈ અંકલેશ્વર પહોંચશે જ્યાંથી આ પદયાત્રા ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચશે જ્યાં કલેકટરને રજુઆત કરવામાં આવનાર છે.

આદિવાસી અધિકાર યાત્રામાં સ્થાનિક જીઆઈડીસી માં લોકલ વ્યક્તિઓને રોજગારી, જિલ્લામાં આદિવાસી સમાજ સાથે થતા અન્યાય અને અત્યાચારનો મામલો તેમજ ભરૂચ અંકલેશ્વર શહેરમાં આવેલ આદિવાસી સમાજની ઝુંપડપટ્ટીઓને કાયમી કરવાની માંગ સહિત જંગલની જમીનો આપવા બાબત જેવી બાબતો અંગે કલેકટર કચેરીએ રજુઆત કરવા માટે પહોંચ્યા હતા.

આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેકેટરી સંદીપભાઈ માંગરોલા, જિલ્લા કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ સહિત આદિવાસી સમાજના આગેવાનો અગ્રણીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ગુજરાત બોર્ડની ધોરણ 10-12 ની પરીક્ષાની તારીખ જાહેર

ProudOfGujarat

અંકલેશ્વરના સારંગપુર ગામમાં પાર્ક કરેલ હાઇવા ટ્રકની ઉઠાંતરી થતા જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આપી છે.

ProudOfGujarat

વાંકલ : બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ દ્વારા જવાલા દેવી માતાજી મંદિરનાં ૧૫ માં પાટોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!