Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના જુના બજાર સ્થિત તળાવમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર.

Share

વડોદરા જિલ્લાના કરજણ સ્થિત વિવેકાનંદ તળાવમાં કોઈ અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તળાવમાં કોઇ અજાણ્યા યુવાનનો મૃતદેહ પાણીની સપાટી પર તરતો જોવા મળ્યો હતો.

જેની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પાણીની બહાર કાઢી પોલીસની હાજરીમાં પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. યુવકનો મૃતદેહ મળી આવતા લોકટોળા ધટના સ્થળે એકત્ર થયા હતા. યુવકના મોતનું કારણ પી એમ રિપોર્ટ બાદ જાણવા મળશે. વધુ તપાસ કરજણ પોલીસ ચલાવી રહી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

આમોદ તાલુકાના રનાડા ગામે પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

હાલોલ નગરમા ભૂદેવો દ્વારા શાસ્ત્રો વિધિ મુજબ સમૂહમાં જનોઈ ધારણ કરી

ProudOfGujarat

ગરીબોના દુશ્મન – સરકારી અનાજ બારોબાર વેચાણ કરી દેવાનું કૌભાંડ ઝડપાયું, ત્રણની ધરપકડ કરતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!