Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નર્મદા પૂર અસરગ્રસ્ત લોકોની સહાય કરાઇ

Share

તાજેતરમાં નર્મદા નદીના ધોડાપુરના પગલે ખેડૂતો, શ્રમજીવીઓ તેમજ અન્ય લોકોને પારાવાર નુકસાન થયું છે. મકાન તેમજ ઘરવખરી અને અન્ય ચીજવસ્તુઓને થયેલ નુકસાનના પગલે પૂર ઓસરી ગયા બાદ પણ હાલના સમયમાં પૂર અસરગ્રસ્તોને શાયની જરૂર છે ત્યારે અંકલેશ્વરના શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂર અસરગ્રસ્ત એવા અંકલેશ્વર જૂના બોરભાઠા, પ્રાથમિક વિદ્યાલય, જૂના દીવા, કુમાર પ્રાથમિક વિદ્યાલય, જૂના દીવા કન્યા પ્રાથમિક વિદ્યાલય, જૂના કાનસિયા, પ્રાથમિક વિધ્યાલય, જૂના છાપરા પ્રાથમિક વિદ્યાલય અને નવગામા પ્રાથમિક વિદ્યાલય, જૂના હરીપુરા પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓને શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓએ દ્વારા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું

તેમજ અન્ય સહાય કરવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી સુમિત પાંડેય, અનુરાગ પાંડેય, લકૂટસિંહ, આનંદ શર્મા, જયેન્દ્રસિંહ, જિગર પટેલ, વિવેક યાદવ વગેરે એ નોંધપાત્ર કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

નર્મદાના તિલકવાડા તાલુકામાં ત્રણ 3 ઈંચ વરસાદ ખાબક્યો : મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો–209 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

ProudOfGujarat

ભરૂચ SOGએ આર્મ્સ અને પ્રોહીબિશન કેસમાં ફરાર આરોપીને સુરતથી ઝડપી પાડ્યો :  આરોપી સામે સુરત અને ભરૂચમાં અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું

ProudOfGujarat

ભારતે જીત્યા વધુ બે બ્રોન્ઝ, કુલ મેડલની સંખ્યા 73 પર પહોંચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!