Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા : ભેરસમ ગામનાં તળાવમાંથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર.

Share

વાગરા તાલુકાના ભેરસમ ગામમાં રહેતા ચંદુભાઈ ભારમલ ભાઈ વસાવા રહે. નવીનગરી, ગામ ભેરસમનાઓ દ્વારા ગણપતિ વિસર્જનમાં ગયેલ પુત્ર મહેશ ચંદુભાઈ વસાવા ઘરે પરત નહીં આવતા લાપતા બન્યો હોવા અંગે ગત તારીખ ૨૯/૦૯/૨૦૨૩ ના રોજ વાગરા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવાઈ હતી. વાગરા પોલીસે શોધખોળ હાથ ધરતા યુવકનો મૃતદેહ ભેરસમ ગામનાં તળાવમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોર્સ્ટમોટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગણપતિ વિસર્જન વેળા તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જંબુસરના કાવી કંબોઈ દરિયા કિનારે પાણીમાં કાર ચલાવી વિડીયો બનાવવો પડયો મોંઘો, કાર દરિયાના વહેણમાં ફસાઈ જતા રેસ્ક્યુ કરી બહાર કઢાઈ..!!

ProudOfGujarat

વડોદરાના તબીબો એ સતત ત્રીજા દિવસે રામધૂન સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

નેત્રંગમાં ઇક્કો ગાડીના અડફેટે પંચાલ સમાજના અગ્રણીનું સારવાર દરમ્યાન મોત નીપજયું : પૌત્રીના ઓપરેશનની ખબર-અંતર કાઢવા જતાં દાદાનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!