Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં 20 થી વધુ સ્થળે આઈટીના દરોડા

Share

અમદાવાદના જાણીતા બિલ્ડરોના ગૃપો પર મેગા ઓપરેશન હાથ ધરાયા બાદ હવે અમદાવાદના કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બે મોટા ગજાના વેપારીઓને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. આવકવેરા વિભાગની ટીમોએ શહેરના બે કેમિકલના મોટા ગજાના વેપારીને ત્યાં તપાસ હાથ ધરી છે. બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગની ટીમોએ તવાઈ બોલાવી છે.

અમદાવાદમાં આવકવેરા વિભાગની ટીમોએ 20 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શહેરમાં 20થી વધુ સ્થળો પર 100 થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી છે. એક સાથે 20 થી વધુ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

આયકર વિભાગની ટીમે કેયુરભાઈ શાહ સહિત કેમિકલના અનેક વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદના જાણીતા બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર સકંજો કસાયો છે. શહેરમાં 20 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આશરે 100 થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. આ દરોડાના અંતે મોટી માત્રામાં કાળુ નાણું બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

૨૬ મી જૂને નર્મદા જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં પાંચ પોલીસ અધિકારીની બદલી બી. ડિવીઝનનાં પી.આઇ શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

ProudOfGujarat

દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ થામમાં વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!