Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાનાં ઓચ્છણ-પહાજ નજીક અકસ્માત સર્જી ફરાર થયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલ ભેગો કર્યો

Share

કાર અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં પુત્રની આંખો સામેજ પિતાનું કરુણ મોત નિપજતા પુત્રએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાંજ આરોપીને જેલ ભેગો કર્યો હતો.

બનાવ અંગે મળતી માહિતી મુજબ ગતરોજ સાંજે ૬ વાગ્યાના અરસામાં વાગરા તાલુકામાં આવેલ પહાજ રોડ ઉપર અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓને પગલે ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વાગરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ ૧૦/૧૦/૨૦૨૩ના રોજ વાગરાના ઓચ્છણ અને પહાજ રોડ ઉપર સાંજના ૬ વાગ્યાના અરસામાં જી.જે ૧૬ બી.કે ૮૪૮૯ નંબરની આઇ.ટ્વેન્ટી કાર સુનીલસિંહ રણજીતસિંહ રણા જેઓ વાગરાથી ઓચ્છણ પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન મેલાભાઈ છગનભાઈ રાવળ અને તેમનો દીકરો અક્ષય મેલાભાઈ રાવળ જેઓ મૂલેર ગામથી નિત્યક્રમ મુજબ કડિયા કામ કરી મોટરસાઇકલ લઈ પોતાના ગામ પહાજ ખાતે આવી રહ્યા હતા. તે વેળા પહાજ અને ઓચ્છણ ગામ વચ્ચે સુનીલસિહે પોતાના કબ્જાની આઈ.ટ્વેન્ટી કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બાપ-દીકરાને કારથી અડફેટે લેતાં પુત્રની આંખોની સામેજ પિતાનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે પુત્ર અક્ષયને પણ ગંભીર ઈજાઓને પગલે ૧૦૮ મારફતે સારવાર અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચ ખાતે રીફર કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળેલ છે. અકસ્માત સર્જી કાર ચાલક સુનીલસિંહ પોતાની કાર સ્થળ ઉપરજ છોડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે વાગરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને અકસ્માતગ્રસ્ત બંને વાહનોનો કબ્જો મેળવી અક્ષયભાઈ મેલાભાઈ રાવળનાઓની ફરિયાદ નોંધી અકસ્માત સર્જનાર કાર ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આરોપીને શોધી કાઢવામાં પોલીસને ગણતરીના કલાકોમાં જ સફળતા પ્રાપ્ત થઈ હતી. પોલીસે સુનિલસિંહ રણજીતસિંહ રણાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

નઈમ દિવાન-વાગરા


Share

Related posts

ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાની જાતિના પ્રમાણપત્ર મામલે એ ડીવીઝન પોલીસને ગુનો દાખલ કરી 30 દિવસમાં કોર્ટને રિપોર્ટ કરવા કોર્ટનો આદેશ .

ProudOfGujarat

વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી નર્મદા

ProudOfGujarat

બગોદરા-ધોળકા રોડ પર તુફાન ગાડી અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : 3 ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!