Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર રોજગાર કચેરીના તાલીમ વર્ગ થકી 7 યુવકો સંરક્ષણ દળમાં જોડાયા

Share

જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી દ્વારા દર વર્ષે સંરક્ષણ દળની ભરતી પૂર્વે સ્વામી વિવેકાનંદ લેખિત અને શારીરિક પરીક્ષાની તાલીમ આપવા માટેના નિવાસી તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2022 માં નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં તાલીમ મેળવ્યા બાદ સંરક્ષણ દળની વિવિધ પ્રકારની કસોટીઓ વિદ્યાર્થીઓએ પાસ કરી હતી. આ યોજાયેલી પરીક્ષામાં 7 ઉમેદવારો ઉત્તીર્ણ થયા હતા, જે સંરક્ષણ દળની વિવિધ જગ્યાઓ પર પસંદગી મેળવી આગામી સમયમાં દેશમાં વિવિધ જગ્યાઓ પર તેમની અમૂલ્ય સેવાઓ આપશે.

આ 7 ઉમેદવારોમાંથી મયુર ખીમસુરીયા અને સોમત ગમારાની ઈન્ડિયન આર્મીમાં પસંદગી કરવામાં આવી છે. અભિજિતસિંહ જાડેજા સી.આઈ.એસ.એફ. માં, સાગર લાંબરીયા, ચંદ્રવિજયસિંહ જાડેજા અને કર્ણરાજસિંહ જાડેજાની બી.એસ.એફ. માં પસંદગી કરવામાં આવી છે. તમામ પસંદગી પામેલા ઉમેદવારોએ સમગ્ર જામનગર જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે.

Advertisement

આ તકે, જામનગર મદદનીશ નિયામક (રોજગાર) સરોજબેન દ્વારા ઉમેદવારોને તેમના ઉજ્વળ ભવિષ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું, જામનગર જિલ્લાના 17 થી 23 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભવિષ્યમાં આયોજિત થનારા નિવાસી તાલીમ વર્ગમાં જોડાઈને સંરક્ષણ દળમાં તેમનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. તેમ, મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Share

Related posts

વાઇફાઇની સ્લો સ્પીડથી પરેશાન છો? તો આજે જ આ ટિપ્સથી હાઇસ્પીડ વાઇફાઇનો આનંદ માણો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ કુમારની અધ્યક્ષતામાં મેરેથોન દોડ યોજાઈ.

ProudOfGujarat

વડોદરા : ભાયલીના તળાવની બાળકોએ પૂજા કરી ઉજવ્યો આંતરરાષ્ટ્રીય જળ પ્લાવિત વિસ્તાર દિવસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!