Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતેથી શંકાસ્પદ આઇફોન સહિત વિદેશી ચલણ સાથે એક ઈસમની ધરપકડ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

Share

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમ્યાન મુંબઈથી જંબુસર તરફ જઈ રહેલા એક ઈસમને રોકી તેની બેગની તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ આઇફોન મોબાઈલ તેમજ આઈપેડ અને મેકબુક એર મળી આવ્યા હતા.

ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે ઈસમની પૂછપરછ કરતા તેણે પોતાની પાસે રહેલા માલ સામાન અંગે યોગ્ય ઉત્તર આપ્યા ન હતા તેમજ તેની પાસે રહેલ વિદેશી ચલણ બાબતે પણ કોઈ યોગ્ય ખુલાસો આપ્યો ન હતો, જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે જંબુસરના દેવલા ગામ ખાતેના વતની મહંમદ સલીમ હસન પટેલ નાની ધરપકડ કરી તેની પાસેથી કુલ મુદ્દામાલ રૂ. 9,78,750 નો કબ્જો મેળવી સમગ્ર બાબત અંગે ગુનો દાખલ કરી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ૪ વર્ષીય બાળક ચોથા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો.

ProudOfGujarat

અમરેલી : જાફરાબાદના કેરાળામાંથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણ ખાતે પાણીની પરબનું સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!