Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામ્યો.

Share

આજે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્રે જણાવીએ કે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારી,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.

તેવામાં ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો હતો,વાદળોની ફોઝ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, વીજળીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ બનાવ્યો હતો, કમોસમી વરસાદથી ધરતી પુત્રો ચિંતામાં મુકાયા હતા, શિયાળુ પાક લેતા ધરતી પુત્રો માટે કમોસમી વરસાદ આફત રૂપી બન્યો છે.

Advertisement

Share

Related posts

ટંકારીયા ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વાગરાની ટીમનો ભવ્ય વિજય…

ProudOfGujarat

પંચમહાલ : મોરવા હડફ તાલુકામાં આવેલાં મોરા ખાતે આઇટીઆઇ હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ગોધરાની મેસરી નદીને પુનઃ જીવિત કરવા કલેકટરને આવેદન આપવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!