Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી-સુરેન્દ્રનગર હાઇવે ઉપર ટ્રાફિક પોલીસની કાર ખાડામાં ખાબકતા ૬ પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત

Share

સુરેન્‍દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ ચેકિંગ કામગીરી પૂર્ણ કરી અને મોડી સાંજે સુરેન્‍દ્રનગર તરફ આવી રહી હતી તે દરમિયાન કેરાળા ગામના પાટીયા નજીક અચાનક ટ્રાફિક પોલીસની સરકારી બોલેરો કારનું સ્‍ટેરીંગ લોક થઈ ગયું હતું સ્‍ટેરિંગ લોક થઈ ગયા બાદ ડ્રાઇવર દ્વારા કાબુ ગુમાવતાં કાર નજીકમાં આવેલાં ૨૦ ફૂટનાં ખાડામાં ખાબકી હતી.

જોકે ગાડીમાં સવાર ૬ જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તમામને સારવાર માટે સુરેન્‍દ્રનગરની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્‍યા છે તમામ ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો છે જોકે સદ નસીબે આ ઘટનામાં ટ્રાફિક પી.એસ.આઇ ગાડીમાં સવારના હતા માત્ર પોલીસ કર્મચારીઓ જ અને ટીઆરપી જવાન જ આ પોલીસ ટ્રાફિકની ગાડીમાં સવાર હતા. તાત્‍કાલિક પણે ટ્રાફિક પોલીસની અન્‍ય ગાડી તથા વઢવાણ પોલીસ લીંબડી પોલીસ ઘટના સ્‍થળે દોડી જઈ અને આ અંગે હાઇવે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી હાઇવે સ્થિત નિલેશ ચોકડી ઓવર બ્રિજ નીચેની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

લોકરક્ષક દળની પરીક્ષા ભરૂચજિલ્લામાં ૪૦ કેન્દ્ર પર યોજાઈ…..

ProudOfGujarat

પાલેજ મોહદીસે આઝમ તેમજ સખી દાતા દ્વારા ગરીબોમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!