Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તાર માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડતી પોલીસ, હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો

Share

અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તાર માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડતી પોલીસ, હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ જિલ્લા માં નશાનો વેપલો ધમ ધમાવતા તત્વો સામે પોલીસ વિભાગ સતત કાર્યવાહી હાથ ધરી રહ્યું છે, જિલ્લા માં અનેક સ્થળે પોલીસ દરોડા માં દારૂ ઝડપાઈ રહ્યો છે તેવામાં અંકલર બી ડિવિઝન પોલીસ ને વધુ એક સફળતા હાસિલ થઈ હતી,

Advertisement

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે વાપી તરફ થી ટ્રાવેલ્સ બસ માં સવાર થઈ અંકલેશ્વર વાલિયા ચોકડી ઉપર ઉતરેલી ત્રણ જેટલી મહિલાઓ ના બેગ ની પોલીસે તલાસી લીધી હતી,

તલાસી દરમ્યાન બેગ માં કપડાં ની અંદર ના ભાગે સંતાડવામાં આવેલ ભારતીય બનાવટ ના વિદેશી દારૂની નાની બોટલો બિયર ના ટીન મળી આવ્યા હતા, પોલીસે કુલ 38 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો,

પોલીસે મામલે કમલાબેન પપ્પુભાઈ રાજવટ રહે,સંતોષી નગર ઉધના સુરત, સંગીતા બેન મનોજભાઈ રાજવટ રહે, સંતોષી નગર ઉધના સુરત તેમજ ગંગા બેન વિનોદભાઈ રાજવટ રહે, સંતોષી નગર ઉધના સુરત નાઓની ધરપકડ કરી મામલે તમામ સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

ભરૂચમાં આવેલ સાધના વિદ્યાલય ખાતે સાયન્સ વિભાગ બંધ કરી વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં એડમિશન લેવાનું કહેવાતા ઉઠયાં વિરોધનાં સુર, જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ બાવા રેહાન દરગાહની જમીન પર અનઅધિકૃત બાંધકામ ચાલતું અટકાવવા કલેક્ટર કચેરીમાં કરાઇ રજૂઆત..!!

ProudOfGujarat

ગણેશ ખાાંડ ઉદ્યોગનાં પૂર્વ ચેરમેન સહીત અન્યો ઉપર ખોટા આરોપ લાગવાનો દાવો : જીલ્લા કલેકટરને અપાયું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!