Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAMusicPhotographyTechnologyTop NewsTravelWomanWorld

અંકલેશ્વરના આમલખાડી ઓવરબ્રિજ ટ્રાફિક સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા સંદિપ માંગરોલા દ્વારા કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત*

Share

*અંકલેશ્વરના આમલખાડી ઓવરબ્રિજ ટ્રાફિક સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા સંદિપ માંગરોલા દ્વારા કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત*

અંકલેશ્વરના આમલખાડી ઓવરબ્રિજ પર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યાના કારણે અનેક વખત એક્સિડન્ટ થતા રહે છે, તેમજ વાહન ચાલકોના કીમતી સમયનું પણ નુકસાન થાય છે, જેના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલાએ આ અવરોધક પરિસ્થિતિને દૂર કરવા માટે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીને લેખિત પત્ર પાઠવી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી છે.

Advertisement

અલેખીત પત્રમાં કોંગી આગેવાન સંદીપ માંગરોલાએ જણાવ્યું છે કે અમલ ખાડી ઓવરબ્રિજ રાજપીપળા પાનોલી વાલિયા સહિતના માર્ગો વચ્ચેનો મુખ્ય પોઇન્ટ છે આ તમામ જગ્યાઓ પર માર્ગ અત્યંત સાંકડો હોવાથી ટૂંકા અંતર સુધીના ટ્રાફિકજામનો વાહન ચાલકોને સામનો કરવો પડે છે આ સમયે વાહન ચાલકોને પેટ્રોલ ડીઝલ સહિતના ઈંધણ નો દુરુપયોગ થતો હોય તેવું પણ જણાય છે વધુમાં સંદીપ માંગરોળાય એ જણાવ્યું છે કે અમલ ખાડી ઓવરબ્રિજ નું તાત્કાલિક વિસ્તરણ કરવું જોઈએ અહીં માર્ગ સાથે સર્વિસ રોડ નું નિર્માણ પણ થવું જોઈએ ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્માર્ટ સિસ્ટમ અમલમાં આવે તો વાહન ચાલકોને પડતી ભારે હાલાકીમાંથી મુક્તિ મળી શકે છે, આ માર્ગને અવાર- નવાર રીપેરીંગ અને કાર્પેટીંગ કરવું અતિ આવશ્યક છે, નેશનલ હાઇવે નંબર 48 ગુજરાતની આર્થિક ઔદ્યોગિક વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે, આ તમામ પરિસ્થિતિ ના કારણે અહીં આવાગમન કરતા લોકોને ભારે હલાકીનો સામનો કરવો પડે છે, અવારનવાર ઊભી થતી અવરોધક પરિસ્થિતિ સામે યોગ્ય પગલાં લેવા અને આ ગંભીર સમસ્યાનું તાકીદે નિવારણ લાવવા માંગરોલાએ માંગ કરી છે.


Share

Related posts

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયા નજીકનાં ટાઉનમાં ભરૂચના મનુબર ગામના યુવાનની હત્યા, સ્વજનોમાં માતમનો માહોલ

ProudOfGujarat

વડોદરાના મેયર પર ગંભીર આક્ષેપ કરતી પત્રિકા કાંડમાં ભાજપના નેતાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

ProudOfGujarat

ડેડીયાપાડામાં PSI ની આંતરિક બદલી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!