Proud of Gujarat
bharuchCrime & scandalGENERAL NEWSGujaratINDIAUncategorized

ધાણીખૂટ ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત

Share

ભરૂચ.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલાં સામરપાડા ગામે રહેતાં નાનજી ડુંગરસિંગ વસાવા મંડપ ડેકોરેશનનું કામ કરે છે. તેમનો પુત્ર પ્રદિપકુમાર ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બોરોસીલ કંપનીમાં ત્રણેક વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો. હતો. ગઇકાલે સંબંધીના પુત્રના લગ્ન હોવાથી તેમનો પુત્ર સાંજે 6 વાગ્યાના અરસામાં નોકરીએથી પરત આવી ગયો હતો. જે બાદ મળસ્કે 3 વાગ્યાના અરસામાં તે તેની બાઇક લઇને ઝઘડિયા નોકરીએ જવા  માટે નિકળ્યો હતો. બીજી તરફ નાનજી વસાવા મંડપ ડેકોરેશનનું કામ કરતાં હોઇ તેઓ તેમના પીકઅપ ટેમ્પો લઇને કાકડકૂઇ ગામે રસોડાના વાંસણો લેવા માટે સાડા ત્રણેક વાગ્યે કાકડકૂઇ ગામ તરફ જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં દેડિયાપાડા-નેત્રંગ રોડ પર ધાણીખૂંટ ગામે કરજણ નદીના પુલ પાસે જતાં ત્યાં અકસ્માત થયાંનું માલુમ પડ્યું હતું. તેમણે જઇને જોતાં તેમના પુત્ર પ્રદિપનો જ અકસ્માત થયો હોવાનું અને તેને ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું મોત થયાનું જણાયું હતું. પુછપરછમાં માલુમ પડયું હતું કે, કોઇ અજાણ્યા વાહને તેમના પુત્રની બાઇકને ટક્કર મારી તેનો મોત નીપજાવી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે તેમણે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

તા.11-8-2020 થી માસ્ક ન પહેરનારને રૂ.1000 નો દંડ ભરવો પડશે.

ProudOfGujarat

વડોદરા સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગમાં આસિમની સારવારમાં ડૉક્ટરોએ મેળવી સફળતા.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!