Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વિવિધ સરકારી પદની ભરતી માટેની પરીક્ષાઓમાં 1760 પૈકી 1398 ઉપસ્થિત રહ્યાં

Share

ભરૂચ.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ એક અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની જગ્યાઓ પર ભરતી માટેની તારીખ રવિવારના રોજ પ્રિલિમનરી પરીક્ષા ભરૂચ ખાતે લેવામાં આવી.

Advertisement

આ પરીક્ષા માટેની જિલ્લા કક્ષાની સમિતિમાં માનનીય કલેક્ટર શ્રી અધ્યક્ષ તરીકે અને સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ, અધિક નિવાસી કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા શિક્ષણ અધિકારી સભ્ય તરીકે નિમાયેલ . અને ભરૂચ પ્રાંત અધિકારી શ્રી ને સમગ્ર પરીક્ષા ની દેખરેખ માટે આયોગના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવેલ હતા. ભરૂચ ખાતે 8 કેન્દ્રો ઉપર 1760 ઉમેદવારો નોંધાયેલા હતા 1760 પૈકી 1398 ઉમેદવારોએ હાજર રહી પરીક્ષા આપી હતી અને 362 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા આગલા વર્ષોની સરખામણીમાં પરીક્ષામાં ઉપસ્થિતિનું પ્રમાણ આ વર્ષે વધારે જોવા મળેલ લગભગ અંદાજિત 79.5 ટકા હાજરીનું પ્રમાણ રહ્યું . એક અંધ ઉમેદવારને લહિયાની સુવિધા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પૂરી પાડવામાં આવેલ હતી . સમગ્ર પરીક્ષા ના સફળ અને સુચારુ સંચાલન માટે કુલ 201 અધિકારી કર્મચારીઓએ ફરજ બજાવી . પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.


Share

Related posts

વાંકલ : કઠોરની ગલિયારા શાળાનું 60.41% પરિણામ આવ્યું

ProudOfGujarat

સુરત : જાહેરમાં માછલીનું વેચાણ કરતાં ધંધાર્થીઓનો મનપા દ્વારા સફાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે સેઈફ ટ્રાન્સપોટેશન ઓફ હેઝાર્ડસ ગુડ્ઝ વિષય પર એવરનેસ પ્રોગ્રામ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!