Proud of Gujarat
FeaturedGujaratINDIALifestyleUncategorized

નવા વર્ષની શરૂઆત ઘમાકેદાર કરી રહ્યું છે Jio

Share

નવા વર્ષમાં રિલાયન્સ જિયો પોતાના યુઝર્સ માટે ફરી એક વખત ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. પોતાના હેપ્પી ન્યૂ યર પ્લાન મુજબ જિયો ૧જીબી ડેટા પ્રતિદિવસ ઉપયોગ કરનારા તમામ યુઝર્સને બે પ્રકારની ઓફર આપી રહ્યું છે.

રિલાયન્સની નવી ઓફર્સ મુજબ તમે તમારું ૧GB પ્રતિ દિવસ પેકસ માટે તમે મિનિમમ ૫૦ રૂપિયાનું રિચાર્જ કરાવી અકિલા શકો છો અથવા ૧જીબી વાળા જુના પ્લાન્સની તેટલી જ કિંમતમાં ૫૦ ટકા વધુ ડેટા મળી શકે છે. નવા રિચાર્જ પ્લાન ૯ જાન્યુઆરી ૨૦૧૮થી યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. જિયોની પહેલી ઓફર મુજબ ૧૯૯ રૂપિયામાં ૨૮ દિવસની  વેલિડિટી અને ૨૮ જીબી ડેટાવાળો પ્લાન માત્ર ૧૪૯માં મળશે. આ ઓફરમાં ૭૦ દિવસની વેલિડિટી અને ૭૦ જીબી ડેટા વાળો ૩૯૯નો પ્લાન માત્ર ૩૪૯ રૂપિયામાં જ મળે છે. ૪૫૯ રૂપિયામાં ૮૪ દિવસની વેલિડિટી અને ૮૪ જીબી ડેટાવાળું રિચાર્જ ૩૯૯ રૂપિયામાં જ મળશે. ૪૯૯ રૂપિયામાં ૯૧ દિવસની વેલિડિટી અને ૯૧ જીબી ડેટાનો પ્લાન માત્ર ૪૪૯ રૂપિયામાં તમને મળશે. કંપનીની બીજી ઓફરમાં તમે દિવસમાં ૧GB જગ્યાએ ૧.૫GB ડેટા મેળવી શકો છો. નવી ઓફરમાં ૧૯૮ રૂપિયામાં ૨૮ દિવસની વેલિડિટી પેકમાં ૨૮માં ૫૦ ટકા વધારે એટલે કે ૪૨GB ડેટા મળશે. તેવી જ રીતે ૩૯૮ રૂપિયામાં ૭૦ દિવસની વેલિડિટીના પ્લાનમાં ૭૦GBની જગ્યાએ ૧૦૫GB, ૪૪૮ રૂપિયાના ૮૪ દિવસની વેલિડિટીમાં હવે ૮૪GBની જગ્યાએ ૧૨૬GB ડેટા, ૪૯૮ રૂપિયાના ૯૧ દિવસની વેલિડિટીમાં હવે ૯૧GB બદલે ૧૩૬GB ડેટા મળશે.

Advertisement

સૌજન્ય


Share

Related posts

અંકલેશ્વર : વોર્ડ નંબર ૭ માં આવેલ સ્ટાર એવન્યુ સોસાયટીના સ્થાનિકો ઉભરાતી ગટરોને લઈને પરેશાન…

ProudOfGujarat

ભરૂચ : “મુન્શી ટ્રસ્ટ અને ઇલેકટોરલ લિટરસી ક્લબ”ના સયુંકત ઉપક્રમે “મતદાન જાગૃતિ રેલી ” યોજાઇ.

ProudOfGujarat

NH-48 પર દૂધ ભરેલો આઇસર ટેમ્પો અકસ્માતગ્રસ્ત, ડ્રાઈવરનું મોત; કંડકટરનો જીવ બચ્યો

ProudOfGujarat
error: Content is protected !!