Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરની સિદ્દી સમ્રાટ ડાય કેમ કંપનીના બે માલિક સહિત 4ની ધરપકડ

Share

આમોદના સરભાણ ગામ પાસે હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠાલવવાનો કારસો

ભરૂચ.

Advertisement

અંક્લેશ્વરની સિદ્દી સમ્રાટ ડાય કેમ કંપનીના બે માલિક સહિત ચાર જણાને આમોદ પોલીસે કંપનીના હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર સરભાણ ગામની સીમમાં જાહેરમાં ખાલી કરવાના કારસામાં ઝડપી પાડ્યાં છે. પોલીસ તપાસ દરમિયાન જીએસટી વિભાગના રિપોર્ટમાં કંપની માલિક અને તેના સાગરિતોએ કેમિકલ વેસ્ટના નિકાલ માટે ગેરકાયદે બોગસ ઇ-વે બીલ બનાવ્યું હોવાનું માલુમ પડતાં તેમની સામે ગુનો નોંધ્યો હતો.

અંક્લેશ્વરની સિદ્દી સમ્રાટ ડાય કેમ કંપનીમાંથી વડોદરાના ન્યુ અલકાપુરા ખાતે આવેલી સીતા ટ્રાન્સપોર્ટના જસપ્રિતસિંગ આયાસિંગ સોઢીનો ડ્રાઇવર આનંદ નટવર પરમાર ટેન્કરમાં 28,970 કિલો હાઇડ્રોક઼લોરાઇડ એસિડ ભરીને અવાવરૂ જગ્યાએ ખાલી કરવાના ઇરાદે નિકળ્યો હતો. જે બાદ ડ્રાઇવર આનંદ પરમાર ટેન્કર લઇને મુંબઇ દિલ્હી એક્સપ્રેસ વે પરથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં ટેન્કર લીકેજ થતાં તેણે જસપ્રિતસિંગના કહેવાથી આનંદે ટેન્કર આમોદ તાલુકામાં સ્ટેટ હાઇવે પર આજમનગરથી સરભાણ ગામની વચ્ચે કેમિકલ ભરેલું ટેન્કર વાલ્વ ખોલી રોડની સાઇડમાં તમામ કમિકલ ખાલી કરી દીધું હતું. જોકે, બીજી તરફ આમોદ પોલીસને તે બાબતની માહિતી મળતાં તુરંત સ્થળ પર દોડી આવી ડ્રાઇવરે ઝડપી પાડ્યો હતો. જોકે તેણે જણાવ્યું હતું કે, તેના માલિક જસપ્રિતસિંગે તેને ન કરી હજીરાના કોમ્ફિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી હાઇડ્રો ક્લોરાઇડ એસિડ ભરીને ખંભાતના નેજા ગામે આવેલાં કરન ઇન્ટર મિડિએટ કંપનીમાં જવાનું જણાવતાં તે હજીરાથી ખંભાત જવા મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે પરથી પસાર થતો હતો. ત્યારે હાઇવે ઓથોરિટીની પેટ્રોલિંગ વાને તેમનું ટેન્કર લીકેજ થયું હોવાથી માતર ટોલનાકાથી ટેન્કર નીચે ઉતારી દેવા જણાવતાં તેણે આજમનગરથી સરભાણ જવાના રોડ પર સાઇડમાં ટેન્કર ઉભું રાખતાં એસિડ લિકેજ થઇ ગયું હોવાની કેફિયત રજૂ કરી હતી. પોલીસે તેની સામે 27મી જૂને જાણવા જોગ ગુનો નોંધી તેની બિલ્ટી ( ઇ-વે બીલ)ના આધારે જીપીસીબીએ ખરાઇ કરાવતાં તે બોગસ બિલ્ટી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે તેની ઉલટ તપાસ કરતાં તેણે કબુલ્યું હતું કે, તેણે અંક્લેશ્વરની સિદ્દી સમ્રાટ ડાય કેમ કંપનીમાંથી ટેન્કર ભર્યું હોવાની કબુલાત કરી હતી. પોલીસે પ્રાથમિક તપાસના આધારે કંપનીના બે માલિક તેમજ હેઝાર્ડસ વેસ્ટનો નિકાલ કરનારા માસ્ટર માઇન્ડ સહિત 5 સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે તે પૈકીના બન્ને માલિકો ધવલ કાંતી કટારિયા (રહે. ગજાનંદ પાર્ક, ઝાડેશ્વર) તેમજ નિલેશ જમનાદાસ ભુત (રહે. શિવદર્શન ફ્લેટ, માનવ મંદિર પાસે અંક્લેશ્વર જીઆઇડીસી) તેમજ ટેન્કરમાં હેઝાર્ડસ વેસ્ટ ભરનાર ઓપરેટર જયંતિ જેસંગ ધામોર (રહે. અંક્લેશ્વર) અને ટેન્કર ડ્રાઇવર આનંદ નટવર પરમાર( રહે. ગોત્રી, વડોદરા) ને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચની જુમ્મા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે ધ્વજ વંદન કરાયું.

ProudOfGujarat

સુરતમાં નામચીન વસીમ બીલ્લાને મારવા અપાઈ હતી ૧૦ લાખની સોપારી, 3 આરોપી ઝડપાયા, જાણો વધુ….!!

ProudOfGujarat

ભરૂચ : જંબુસરમાં પરિણીતાને છેડતી કરતાં જેલમાં જવાનો વારો આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!