Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરમાં બૌડાએ ગેરકાયદેસર બે મિલ્કતોને સીલ માર્યુ

Share

કણબીવગામાં પરવાનગી કરતા વધુ બાંધકામ કરતા કાર્યવાહી કોટ પારસીવાડ વિસ્તારમાં પરમીશન વિના જ બાંધકામ ઉભુ કરાયુ

ભરૂચ.

Advertisement

ભરૂચમાં બીડા દ્વારા ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે શહેરમાં કણબીવગા વિસ્તારમાં જયનારાયણ સોસાયટીમાં રહેતી મહિલાએ બૌઠામાંથી મેળવેલી પરવાનગી કરતા વધુ બાંધકામ કરતા તેમની સામે બીડામાં અરજીઓ થઈ હતી જેમાં બીડાની ટીમે કાર્યવાહી હાથ ધરી મકાનને સીલ મારી દીધુ હતુ. બીજી તરફ કોટ પારસીવાડ વિસ્તારમાં રહેતી મહિલાએ પરવાનગી વિના જ મકાન ઉભુ કરી દેતા તેમના મકાનને પક્ષ સીલ મરાયુ હતુ.

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ મંડળને શહેરની જયનારાયણ સોસાયટીમાં રહેતા કેતનસિંહ ગઠરીયાએ હરિયાદ કરી હતી કે, તેમના પાડોશમાં રહેતા આરતીબેન ચેતનભાઈ પરમાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યુ છે. જેના પગલે ગત વર્ષે બૌડા દ્વારા મામલાની સુનાવણી રાખવામાં આવી હતી જેમાં અરજદાર અને આઠીટેક હાજર રહ્યા ન હતા. દરમ્યાનમાં બીડાની ટીમે રજુ થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને નિયમાનુસારની કાર્યવાહી શરૂ કરી હતી. જેના ભાગરૂપે બૌઠાના ચેરમેન કલેકટર ગૌશંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ બૌડાની ટીમે આરતીબેન પરમારને ત્રણ વાર નોટીસ આપી બિનઅધિકૃત બાંધકામ દુર કરવા સુચવ્યુ હતુ તેમ છતાં તેમણે બાંધકામ પુર્ણ કર્યું હતુ. જેના પગલે બૌડાએ તેમને સાત દિવસના વધારાનું બાંધકામ દુર કરવા આખરી નોટીસ પાઠવી હતી જેનુ પાલન ન થતાં મંગળવારે બૌડાની ટીમે સ્થળ પંચનામું કરી સાધનીક પુરાવાઓને ધ્યાનમાં લઈ મકાનને સીલ માપું હતું.

બીજી તરફ શહેરના આર.એસ.દલાલ સ્કુલ પાસે આવેલા કોટ પારસીવાડ વિસ્તારમાં રહેતી બિલકીશબાઈ સજાઉદ્દીન નંદરબારવાલા દ્વારા ગેરકાયદે રીતે મકાન બનાવવાનું આવી રહ્યું હોવાની ફરિયાદી વર્ષ ૨૦૨૪ માં મળી હતી જેના પગલે બૌડાની ટીમે ૨૧ સપ્ટેમ્બર અને ૧ ઓકટોબરના રોજ સ્થળ નિરિક્ષણ કરતા ત્યાં બાંધકામ ચાલુ હોવાનું જણાયુ હતુ. બીજી તરફ આ મિલકતને ૨૩-૧-૨૦૨૩ ના રોજ સીલ મરાયુ હોવાની પણ ધ્યાનમાં આવ્યુ હતુ. સમગ્ર મામલામાં ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ કરી આખરે તે મિલકતને પણ સીલ કરી હતી.


Share

Related posts

દેડીયાપાડા પોલીસે ખાબજી ગામેથી જુગાર રમતા ૦૭ જુગારીઓને ઝડપી પાડયા : અન્ય ૦૪ ફરાર…

ProudOfGujarat

વડોદરામાં મહિલાઓને મુશ્કેલીમાંથી મદદ કરતાં 181 અભયમના મનીષા પરમાર.

ProudOfGujarat

જંબુસર ના મગણાદ ગામ નજીક એકટીવા બાઈક સ્લીપ મારતા આછોદ ના 2 ઘવાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!