Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનનું ૧૦ કરોડના ખર્ચે નવનિર્માણ કરાશે

Share

આગવી ઓળખ અંતર્ગત પાંચ કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભલામણ કરતા ગ્રાન્ટ બમણી કરાઈ

ભરૂચ.

Advertisement

ભરૂચ નગરપાલિકા સંચાલિત પંડિત ઓમકાર ઠાકુર કલાભવન (ટાઉનહોલ) છેલ્લા કેટલાક સમયથી જર્જરીત હાલતમાં થઈ જતા તેના નવિનીકરણ માટે સરકારમાંથી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા અ વર્ગમાં આવતી હોય પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ થતી હતી જો કે ભરૂચ શહેર વિકસિત થઈ રહ્યુ હોવાનુ ધ્યાનમાં રાખી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુખ્યમંત્રીને ભલામણ કરતા સરકારે ટાઉન હોલના નવિનીકરણ અને સીટીંગ કેપેસીટી વધારવા માટે પ્રથમ તબકક્કે ૧૦ કરોડની ગ્રાન્ટ મંજુર કરી છે.

ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. બીજી તરફ શહેરી વિસ્તારનો પણ દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં કલાપ્રેમી માટે એકમાત્ર ગણી શકાય એવું પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન છેલ્લા કેટલાક સમયથી જર્જરીત થઈ ગયો હતો જેના કારણે કલાપ્રેમીઓ દુ:ખની લાગણી વ્યકત કરી રહ્યા હતા. ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા આગવી ઓળખ અંતર્ગત આ ટાઉનહોલને નવિન બનાવવા માટે સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા વર્ગ અ માં આવતી હોવાના કારણે તેને પાંચ કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર હોવાનું સત્તાધીશોના ધ્યાનમાં આવ્યુ હતુ.

બીજી તરફ શહેરના થતા વિકાસને લઈને તેમજ વસ્તી વધારાને ધ્યાનમાં રાખી શહેરનું ટાઉનહોલ મોટો અને વધારે સીટીંગ કેપેસીટીવારૂ બને તે માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુખ્યમંત્રીને ભલામણ કરી હતી જેને ગાહ્ય રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત ટાઉનહોલના નવિનીકરણ માટે તેમજ સીટીંગ કેપેસીટીના વધારા માટે પ્રથમ તબક્કે ૧૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી હતી. નોંધનીય છે કે, ટાઉનહોલની સીટીંગ કેપેસીટી પહેલા ૬૭૨ હતી જે હવે નવા આયોજન મુજબ વધારીને ૭૨૦ કરવામાં આવશે.


Share

Related posts

અનસુયા જે મોદી પ્રોજેક્ટ હેઠળ 300થી વધુ બહેનોને પ્રમાણપત્રો અને મેડલ એનાયત

ProudOfGujarat

ગોધરા શહેરની સાર્વજનિક કોલેજમાં વિદ્યાર્થીએ પરીક્ષાના છેલ્લા દિવસે પીઠી ચોળીને પરીક્ષા આપતો યુવાન.

ProudOfGujarat

અંકલેશ્વર-ભાજપ યુવા મોરચાના પ્રમુખે જન્મ દિન ની અનોખી રીતે ઉજવણી કરી-જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!