Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGujaratINDIA

 સટોડિયાઓને ઇમરાન બુકીના રાધે…રાધે…

Share

હિન્દુ વિસ્તારમાં ફરી ફરીને નવયુવાનોને સટ્ટાના રવાડે ચઢાવનાર ઇમરાન કોણ?

ભરૂચ, ભોલાવ કે ઝાડેશ્વર જ નહીં જંબુસર-આમોદ સુધી ઇમરાનનું સટ્ટાનું નેટવર્ક ફેલાયેલું હોવાની ચર્ચા

Advertisement

ભરૂચ.

ક્રિકેટના સટ્ટામાં કે ઓનલાઇન ગેમમાં પુત્રએ માતા-પિતાના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉડાવી દીધાં, લબરમુછીયાએ ચોરી કરી જેવા અનેક કિસ્સાઓ તમે સાંભળ્યાં હશે. પરંતુ માસુમ બાળકોને સારી ઇન્કમ મેળવવાની લાલચ-પ્રલોભન આપી તેમને શિકાર બનાવી પોતાના ખિસ્સા ભરતાં સટ્ટોડિયાઓ શહેર જિલ્લામાં બેફામ ફરતાં હોય છે. ત્યારે હાલમાં ભરૂચ જિલ્લામાં ઇમરાન નામનો શખ્સ સટ્ટાખોરીનો ધંધો ધમધોકાર ચલાવી રહ્યો હોવાની લોકચર્ચા ચાલી રહી છે.

 

ભરૂચ શહેરના શક્તિનાથ, શ્રવણ ચોકડી, ભોલાવ, ઝાડેશ્વર સહિતના વિસ્તારમાં નાની-નાની ચ્હા-નાસ્તાની લારીઓ પર, પાનના ગલ્લે, હોટલોમાં કે સ્પામાં બેસીને ત્યાં આવતાં જતાં નવયુવાનોને વાતોમાં ભોળવી તેમને સટ્ટો રમીને માલદાર થવાના સ્વપ્ન બતાવી ઇમરાન તેમને પોતાનો શિકાર બનાવતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઇમરાનનું સટ્ટાનું નેટવર્ક માત્ર ભરૂચ શહેરમાં કે બાયપાસ સુધી સિમિત ન રહી આમોદ- જંબુસર સુધી ફેલાયેલું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

 

લોકચર્ચા મુજબ ઇમરાન લોકોને 20 હજાર રૂપિયામાં પોતાની રાધે નામની માસ્ટર આઇડીમાં રમવા માટે આઇડી આપે છે. જેમાં નવયુવાનો તીનપત્તી, રમી, અંદરબહાર, ફુટબોલ તેમજ ક્રિકેટ સહિતની અલગ અલગ રમતો રમી શકે છે. 20 હજારની આઇડીમાં તે 20 હજાર સુધીની રમત રમી શકે છે. જો તે જીતે તો તેને 20 હજારની ઉપરના હારજીતના રૂપિયા પરત આપવાના હોય છે ( કહેવાય છે કે, ઇમરાને કેટલાંય લોકોના જીતેલાં રૂપિયા ચાંઉ કરી ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેમાં બેથી ત્રણ જણને બેથી ત્રણ લાખથી વધુ રકમ લેવાની થતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.)

હાલમાં આઇપીએલની મેચ ચાલી રહી છે ત્યારે ક્રિકેટનો સટ્ટો હાલમાં હોટફેવરીટ છે. તે લબરમુછીયાઓને તેની આઇડી આપે છે જેમાં બોલ ટુ બોલ, રન, હારજીત સહિતની અલગ અલગ બાબતો પર સટ્ટો રમાય છે. નવયુવાનો દાવ ગમે તે લગાવે પણ તેનો લાભ ઇમરાન  લઇ જતો હોય છે. તેની આઇડીનો હિસાબ અઠવાડિયે અઠવાડિયે થતો હોય છે. જેમાં તેની આઇડી પર થયેલી હારજીતનો હિસાબ કરી જો, આઇડી લેનાર રૂપિયા હારી ગયો હોય તો તેણે તે રૂપિયા ઓનલાઇન ઇમરાનના ગુગલ પે પર કે રોકડમાં ચુકવવા પડે છે અને જો જીતી ગયો હોય તો ઇમરાન તેમને તે રૂપિયા ચુકવી આપવા પડે છે.

જોકે, સુત્રોએ જણાવ્યાંનુસાર ઇમરાને કેટલાંય લોકોના રૂપિયા પરત આપ્યાં નથી. તેની પાસેથે કેટલાંક લોકોને લાખોમાં રૂપિયા લેવાના થાય છે જે એક રીતે છેતરપિંડીનો ગુનો બને છે, જે તે વ્યક્તિ તેની ફરિયાદ નોંધાવી શકે છે પણ ગેરકાયદે સટ્ટો રમ્યાં હોવાને કારણે તેમના પર જ કેસ થશે તેવી બીકના કારણે તેઓ ફરિયાદ કરવાનું ટાળતાં હોય છે. નાના બાળકોના માનસપટલ પર કોઇ આડઅસર ન પડે અને માતા-પિતા તેમની ઇજ્જત બચાવવા માટે પોલીસ કાર્યવાહી કરવાથી બચતા હોય છે.  જેનો પુરેપૂરો લાભ ઇમરાન ઉઠાવે છે. નોંધનિય છે કે, ઇમરાન ગુનાહિત ભુતકાળ ધરાવે છે કે, તેના પર અગાઉ પણ કેસ થયાં છે. જોકે, કોઇની રહેમનઝર હેઠળ જ તેણે હજી પણ ધંધો ચાલુ રાખ્યો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

ત્યારે સટ્ટાખોરીનો બેબાક ધંધો કરનાર ઇમરાન કોણ છે?, તેની પાછળ કોનો હાથ છે? તે સહિતના પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ઇમરાનની આઇડીમાં રૂપિયા ક્યાંથી આવે છે? કોણ તેને રૂપિયા નાંખે છે, કેમ નાંખે છે. આ ટ્રાન્ઝેક્શન હવાલાના રૂપિયાની હેરાફેરી કરવાના ઇરાદેથી થાય છે કે કેમ? તેની પણ તપાસ પોલીસે બંધ બારણે કરવી જોઇએ તેવી પણ વ્યાપક ચર્ચા છે. ઇમરાન જાતે જ આ આખો કારસો રચે છે કે પછી તેના પર કોઇનો હાથ છે? ઇમરાન જેવા અન્ય કેટલાં બુકીઓ માર્કેટમાં કાર્યરત છે? ત્યારે આવા સટ્ટોડિયાઓને પોલીસ ક્યારે પકડશે તે હવે લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

 

 


Share

Related posts

માંગરોળનાં મામલતદારની રેડમાં ચાર લાખનો મુદ્દામાલ કરાયો સીઝર.

ProudOfGujarat

વડોદરાના અલકાપુરીમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક ઓફ બરોડાનાં કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીની અમલકેમ કંપનીમાં ગેસ ગળતર થતાં કામદારોને ગેસની અસર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!