Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા મહેસુલી કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતરશે

Share

મહેસુલી કર્મચારીઓની જિલ્લાફેર બદલી, નવી ભરતી સહિતની માગણીઓને લઈને

લડત

Advertisement

। ભરૂચ ।

ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં બુધવારે મહેસુલી કર્મચારીઓ વિવિધ પડતર માગણીઆને લઈને માસ સીએલ પર ઉતરશે. કર્મચારીઓની જિલ્લાફેર બદલી, નવી ભરતી, પ્રમોશન સહિતના વિવિધ પ્રશ્નોને લઈને તેમની લડત ચાલી રહી છે.

મહેસુલી કર્મચારી મહામંડળના ભરૂચના કાર્યકારી પ્રમુખ સુહેલ માલજીએ જણાવ્યું હતું કે, નાયબ મામલતદાર સંવર્ગની પ્રવતાં યાદી છેલ્લાં ૮ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં બની નથી. વર્ષ ૨૦૧૭ ૧૯ જૂને પ્રસિદ્ધ કરેલી પ્રવર્તાયાદીની જેતે ક્ષતિઓનો જરૂરી સુધારો કરી નવેસરથી યાદી બનાવી જરૂરી છે. ડિમ્ડડેટ સાથેની નિયમાનુસાર અધ્યતન યાદી બનાવી તેના આધારે તાત્કાલિક નાવબ મામલતદારથી મામલતદારનું પ્રમોશન આપવમાં આવે. જિલ્લાફેર બદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પારદર્શક પદ્ધતિનો ઉપયોગ કરવા સાથે કલેક્ટર-જિલ્લા કક્ષાના એનઓસી મેળવવાની પથા બંધ કરી જિલ્લા બદલીની અરજીઓનો જે તે વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મુકવી. કારકૂનમાંથી નાયબ મામલતદારના પ્રમોશનની કાર્યવાહી ચાલી રહી છે.

તેમાં વર્ષ ૨૦૧૫માં નિમણૂંક થયેલાં તમામ કારકૂનોને એક સાથે પ્રમોશન આપવાની માગ કરી હતી. ઉપરાંત હાલમાં તથા અગાઉ જે નાવબ મામલતદારોની માગણી કે મંજૂરી વિના જિલ્લાફેર બદલી કરી છે તે તમામ હુકમો રદ કરવાની તેમજ ભવિષ્યમાં આવા હુકમ નહીં કરવાની અમે માગ કરી હતી. જેને લઈને અગાઉ અમે આવેદન પણ આપ્યું હતું અને જો, સકારાત્મક નિકાલ નહીં આવે તો માસ સીએલ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી. જોકે, અમારા પ્રશ્નોનો હજી કોઈ નિકાલ નહીં આવતાં બુધવારે અમે તમામ મહેસુલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરવાના છે.


Share

Related posts

ઝઘડિયાના ગુંડેચા નજીક પીકઅપ ગાડી અને કાર વચ્ચેના અકસ્માતમાં ક‍ાર ચાલકનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવ નિર્મિત ગુડસ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી લાખોની કિંમતના કેટનરી કોપર કેબલ ચોરી કરનાર “પંજાબી ગેંગ” ના સાગરીતો ઝડપાયા

ProudOfGujarat

વલસાડમાં દીપડાનો આતંક, બે મહિલાઓ પર હુમલો કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!