Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શ્રવણ ચોકડી પાસનાં ન્યૂ ઈન્ડિયન રેસ્ટોરન્ટને બૌડાની ટીમે સીલ માર્યુ

Share

બૌડાની પરવાનગી વિના બાંધકામ કરતાં કાર્યવાહી કરાઈ

રહેણાંક પ્લોટ પર રેસ્ટોરન્ટ શરૂ કરી દેવાઈ હતી

Advertisement

 

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી પાસે આવેલાં ન્યૂ ઈન્ડિયા રેસ્ટોરન્ટને બૌડા (ભરૂચ અંક્લેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા સીલ મારવામાં આવી હતી. બીડાની પરવાનગી વિના બાંધકામ કરી ઉપયોગમાં લેવાને કારણે મિલકતને સીલ મારવામાં આવી હતી.

ભરૂચ શહેરના લિકરોડ પર આવેલી રામનગર સોસાયટી ખાતે રહેતાં કનુભાઇ મિસ્ત્રીએ થોડા સમયે પહેલાં શહેરની અભિષેક સોસાયટી ખાતે રહેતાં અશોક મહેતા વિરુધ્ધ બૌડામાં અરજી કરી હતી. અશોક મહેતાએ શ્રવણ ચોકડી પાસે ગેરકાયદે રીતે ન્યૂ ઈન્ડિયન નામની રેસ્ટોરન્ટ શરૂ કરી દેવાઈ હતી. જે બાબતની કનુ મિસ્ત્રીની ફરિયાદના આધારે બૌડાની ટીમે તપાસ શરૂ કરી હતી. બૌડાની ટીમે તેમની તબકકાવાર સુનાવણી કરી હતી. જેમાં તમામ પાસાઓની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ૩ દિવસમાં બાંધકામ કરવાની કોઈ પરવાનગી મળી છે કે કેમ તેના તમામ પુરાવા રજૂ કરવાની તક આપી હતી. છતાં તેમની પાસે કોઈ પુરાવા નહીં મળતાં આખરે મિલકતને સીલ મારવાનો હુકમ બૌડાની કોટ કર્યો હતો. જેના પગલે આખરે ન્યૂ ઈન્ડિયન રેસ્ટોરેન્ટને સીલ મારી દેવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા વિશેષ ઝુંબેશ : ‘મિશન બેક ટુ સ્કૂલ’ અંતર્ગત હજારો બાળકો સુધી પહોંચવાનો પ્રયાસ

ProudOfGujarat

વાગરા તાલુકાના રહિયાદ ગામના ખેડુતોઓ વિવિધ પડકાર પ્રશ્ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

રાહુલ ગાંધી કાલે ધરમપુરથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુકશે રાહુલની સભામાં જંગી માનવમેદની ઉમટશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!