Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ભઠિયારવાડમાં ગૌહત્યા કરનારા ત્રણ ઝબ્બે: બે ફરાર

Share

પોલીસે પશુઘાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધ્યો
ભરૂચ.
ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભઠિયારવાડમં રજા મસ્જીદ પાસે રહેતો મહંમદ સિદ્દીીક કૂરેશી તેજમ જાબીર ઉર્ફે સદ્દામ મહંમદ ઉમર કુરેશી અને આરીફ ઉમર કુરેશી તેમના ઘરની નીચે ગૌહત્યા કરી રહ્યાં છે. જેના પગલે તુરંત ટીમે સ્થળ પર દરોડો પાડતાં બે જણા પોલીસને જોઇને નાસી છુટ્યાં હતાં. જ્યારે ત્રણ જણા પોલીસના હાથે લાગી ગયાં હતાં. તેમના નામઠામ પુછતાં તેમના નામ મહંમદ સિદ્દીક મહમંદ રસુલ કુરેશી, ગુલામ શબ્બીર મહંમદ સિદ્દીક કુરેશી, તેમજ મહંમદ સલમાન સિદ્દીક કુરેશી  હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે સ્થળપર જોતાં એક ગાયનો ગરદનનો અડધો ભાગ તેમજ આગળનો એક પગ તિક્ષ્ણ હથિયારથી કાપેલી હાલતમાં હતી. ટીમે ત્રણેયની ધરપકડ કરી સ્થળ પરથી લાકડાના હાથવાળી છરી, કુહાડી, નાની છરીઓ તેમજ સળિયા, દોરડા, નાની સાંકળ, વજન કાંટો સહિતો સામાન જપ્ત કર્યોહતો. ભાગી ગયેલાં શખ્સો અંગે પુછતાં તેમના નામ જાબીર ઉર્ફે સદ્દામ મહંમદ ઉમર કુરેશી તેમજ આરીફ ઉમર કુરેશી હોવાનું માલુમ પડ્યું હતું. જાબીર કતલ કરવા માાટે ટેમ્પોમાં ગાય લાવ્યો હતો. અને તેના પર અગાઉ પણ ગૌવંશનો કેસ થયેલો હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે ગૌમાસનું વજન કરતાં 350 કિલો માસ હોવાનું જણાયું હતું. ટીમે ઝડપાયેલાં અને ફરાર એમ પાંચેય આરોપીઓ વિરૂદ્ધ બીએનએસની કલમ સાથે પશુ સંરક્ષણ સેધારા અધિનિયમ 1954ની કલમો તેમજ પશુ ઘાતકીપણા અધિનિયમ 1960ની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

શ્રી પરશુરામ સંગઠન દ્વારા માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ગણેશ મૂર્તિ મેકિંગ કાર્યક્રમ…

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ સર્વોત્તમ હોટલ નજીક ટેન્કરોમાંથી કેમિકલની ચોરીમાં સંડોવાયેલ નાસ્તા-ફરતા આરોપીની અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે…

ProudOfGujarat

ભરૂચ : દહેજમાં આવેલ મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!