Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કપડા સિવડાવવા જવાનું કહીંને ઘરેથી નિકળેલી કિશોરી ગુમ થતાં ફરિયાદ

Share

ભરૂચ તાલુકાના વડદલા ગામે બનેલી ઘટના

ભરૂચ

Advertisement

ભરૂચ તાલુકામાં આવેલી અવધપુરી સોસાયટીમાં રહેતાં દક્ષાબેન નટુભાઈ મકવાણાના આણંદ તેમના પિયરમાં રહીને તેમની બન્ને પુત્રીઓ અભ્યાસ કરતી હતી. હાલમાં વેકેશન પડયું હોવાથી તેમની માતા તેમજ બન્ને પુત્રીઓ દશેક દિવસથી તેમની સાથે રહેવા માટે આવી હતી. દરમિયાનમાં ગઈકાલે તેઓ તેમની કંપનીમાં કામ કરવા માટે ગયાં હતાં.

તે વેળાં તેમના ઘરેની બાજુમાં રહેતાં મિત્ર બાઈક લઈને તેમની કંપની પર આવ્યાં હતાં અને તેમણે તમારી માતાએ તેમને લઈ આવવા કહેતાં આવ્યો છું તેમ કહેતા દક્ષાબેન ગભરાઈ ગયાં હતાં તેઓ તુરંત તેમની સાથે ઘરે પહોંચતાં તેમની માતાએ તેમને જણાવ્યું હતું કે, તેમની મોટી ૧૩ વર્ષની પુત્રી સવારે આઠેક વાગ્યે કપડા સિવડાવવા જઉં છું તેમ કહીં ઘરેથી નિકળી હતી. જે હજી સુધી પરત આવી નથી. આજુબાજુમાં તેમજ ગામમાં, મિત્રવર્તુળમાં સગાસંબંધીઓમાં પુછપરછ કરવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી કોઈ શખ્સ તેમના વાલીપણામાંથી તેમની પુત્રીનું અપહરણ કરી ગયું હોવાની શંકાએ તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ પરી છે.


Share

Related posts

કરજણના કરમડી ગામે તસ્કરોએ મોટર સાઈકલની ઉઠાંતરી કરી ફરાર.

ProudOfGujarat

વડોદરા : ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજના મામલે પત્રકારોએ મહેસુલ મંત્રી પર પ્રશ્નોની ઝડી વરસાવી.

ProudOfGujarat

વડોદરા : માસર રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!