Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યુવતિને ભગાડી જવાના મુદ્દે દાહોદના બે જણા શખ્સને ઉઠાવી ગયાં

Share

ભરૂચના તુલસીધામ ખાતે બનેલી ઘટના

1 ભરૂચ ।

Advertisement

ભરૂચમાં પિતાનું બે જણાએ બોલેરો કારમાં અપહરણ કરી ગયાં હોવાની ફરિયાદ એક યુવાને નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના પિતાની સાથે કામ કરતાં યુવાને દાહોદની એક યુવતિને ભગાડી જતાં તેની રીસ રાખી તેના પિતાનું અપહરણ થયું છે. બનાવને પગલે ભરૂચ સી ડિવિજન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના મક્તમપુર ખાતે આવેલાં અંબાજી ફળીયામાં રહેતાં ગૌતમ રાજભરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે અને તેના પિતા ઘરે હતાં. તે વેળાં તેમના પિતા સાથે કામ કરતાં મહેન્દ્રભાઈની પત્નિ પિન્કીબેનનો ફોન આવ્યો હતો. અને તેઓ તેમને તુલસીધામ ખાતે બોલાવતાં તેના પિતા ત્યા ગયાં હતાં. જે બાદથી તેના પિતા ઘરે પરત આવ્યાં ન હતાં. દરમિયાનમાં સાંજે મહેન્દ્રભાઈ અને તેમની પત્ની પિન્કી તેના ઘરે આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેમની સાઈટ પર કામ કરતાં સંજય ગિરીશ વણકરે દાહોદની છોકરીને લઈને ક્યાંક જતો રહ્યો છે. તે ભાબતે હાલમાં વડદલા પાસે આવેલાં સુર્યોદય સોસાયટીમાં સાઈ પર કામ કરતાં કમલેશ માનજી ભુરા (રહે, નાંદવા, તા. ગરબાડા, જિ. દાહોદ) તેમજ શ્રવણ ચંદુ ગણાવા (રહે. ભિલવા, તા. ગરબાડા, જિ. દાહોદ) બોલેરો કાર લઈને આવ્યાં હતાં. તેમજ તેઓ સંજયે ભગાડી છોકરી બાબતે વાતચિત કરી રહ્યાં હતાં તેમણે તેના પિતા જનાર્દન દિનેશ્વર રાજભરને તુલસીધામ બોલાવ્યાં હતાં. તેમની વચ્ચે ઉંગ બોલાચાલી થતાં તેઓએ મહેન્દ્રને ધક્કો મારી જનાર્દનને બળજબરીથી બોલેરોમાં બેસાડી તેનું અપહરણ કરીને ઝાડેશ્વર ચોકડી તરફ લઈ ગયાં હતાં. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિજન પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.


Share

Related posts

વડોદરા : ફ્રીડમ ગ્રુપ દ્વારા ૧૧૨૧ યુનિટ રકત દાન કરવામાં આવ્યું.

ProudOfGujarat

‘મીની ચેરાપુંજી’ ઉમરપાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: કદવાલી-ચોખવાડા માર્ગ પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ખોરવાયો

ProudOfGujarat

ડીજી કોન્ફ્રરન્સ માટે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું:સુરક્ષા માટેની રિહર્ષલ શરૂ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!