Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રૂપિયા પરત ન કરવા પડે માટે દંપતિની હત્યાની કોશિશ કરનાર 5 ઝબ્બે

Share

રૂપિયા આપવા બહાને ગોલ્ડન બ્રિજ પાસે બોલાવી હિંચકારો હુમલો કર્યો

આર્મીમાં નોકરી અપાવવા લીધેલા રૂપિયા પરત ન આપવા પડે તે માટે કારસો રચ્યો

Advertisement

ભરૂચ

અંકલેશ્વરમાં રહેતા રાજદીપે આર્મીમાં નોકરી મેળવવા માટે બે વર્ષ અગાઉ રાજેશભાઈ ઉર્ફે રાજભાઈ બાજુભાઈ બાંભણીયાને સાતેક લાખ રૂપિયા આપ્યા હતા જો કે તેમણે નોકરી નહીં મળતા તેઓ રૂપિયા પરત માંગી રહ્યા હતા. દરમ્યાનમાં રાજેશ ઉર્ફે રાજાએ ભરૂચથી અંકલેશ્વર જવાના રોડ પર ગોલ્ડન બિજ નીચે ચા-નાસ્તાની દુકાન પાસે તેઓ હાજર છે અને રૂપિયા આપવા માટે આવ્યા છે તેમ કહી રાજદીપને ત્યાં બોલાવ્યો હતો.

જો કે રાજદીપ તેની પત્ની મમતા સાથે ત્યાં પહોંચતા રાજેશે તેને આર્મીના મોટા સાહેબ ડ્રિંક કરે છે જેથી તમારી પત્નીને અહીંયા બેસાડો તેમ કહી રાજદીપને સાહેબ સાથે મળવા જવાનું કહી ગોલ્ડન બ્રિજ નીચે લઈ ગયા હતા. ત્યાં મોડે સુધી તેમને બેસાડી રાખતા તેઓ હું મારી પત્નીને મળીને આવુ છુ તેમ કહેતા શીખ જેવો દેખાતા એક શખ્સે તેમનું ગળું પકડી લીધુ હતુ તેમજ વિશાલ ગોસ્વામી તેમની ફેટ પકડી માર માર્યો હતો. ત્યારે અન્ય એક ઈસમે પણ ઝપાઝપી કરી હતી. અરસામાં રાજેશ ઉર્ફે રાજાએ લોખંડના પાઈપ જેવા હથિયારથી તેના માથામાં બે-ત્રણ કટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે બાદ રાજેશ અને વિશાલે તેમને પાણીમાં નાંખી દેવાની કોશિષ કરી હતી.

અરસામાં રાજદીપની પત્નીનો ફોન આવતા રાજેશે તેમની સાથે વાત કરી જણાવ્યુ હતુ કે, રાજદીપ સાહેબ સાથે વાત કરે છે અને રાજદીપનો ફોન મારી પાસે છે. થોડીવારમાં અમે આવીએ છીએ. જોકે વધુ સમય થતાં રાજદીપની પત્ની મમતા તેમને શોધતા શોધતા ત્યાં પહોંચતા તેઓએ મમતાબેનનું પણ ગળું દબાવી દીધુ હતું. જેના કારણે તે બેભાન થઈ ગયા હતા જે બાદ પણ તેઓએ નર્મદા નદીના કીનારે બન્નેને આખીરાત બળજબરીથી રોકી રાખ્યા હતા. આ ઘટનામાં ફરિયાદ નોંધાતા પોલીસે તુરંત એકશનમાં આવીને પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા.

ઝડપાયેલ આરોપીઓ

-રાજાભાઈ ઉર્ફે રાજુ બાબુ બાંભણીયા, રહે.ચિત્રાસર, તા. જાફરાબાદ,અમરેલી
-અભિષેક ઉર્ફે વિશાલ ધનશ્યામપુરી ગોસ્વામી, રહે.પુજેરા,તા.માતર, ખેડા
-રાજેશભાઈ ઉર્ફે લંબુ કિરણ પટેલ, રહે.ભડકોલ, નવીનગરી, અંકલેશ્વર
-સુજલ ઉર્ફે કાલુ વિનોદ વસાવા, રહે.ભડકોડા, અંકલેશ્વર
-જસવિન્દરસિંય ઉર્ફે જસ્સી નવિન્દરસિંગ દિપપાલ, રહે.શક્તિનગર સોસાયટી, હાંસોટ રોડ,અંકલેશ્વર


Share

Related posts

સુરત : RTE (આર.ટી.ઇ.) હેઠળ ધોરણ-૧ માં સુરત જિલ્લાની સ્વનિર્ભર શાળાઓમા વિનામૂલ્યે ઓનલાઇન પ્રવેશ મેળવવા બાબત

ProudOfGujarat

ગાંધીનગર વિધાનસભામાં ઘેરાવ કાર્યક્રમમાં જઈ રહેલા કરજણ તાલુકા કોંગી કાર્યકરોની કરજણ પોલીસે કરી અટકાયત.

ProudOfGujarat

ઝઘડિયાની કંપનીનો માલ હરિયાણા નહીં પહોંચાડનાર વડોદરાના ટ્રાન્સપોર્ટરની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!