Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝંખવાવ ગામેથી શંકાસ્પદ ગૌ માંસ ઝડપી પાડ્યું.

Share

વાંકલ

ઝંખવાવ પોલીસ ઇન્સપેકટર કે.એ.જાડેજા તેમજ ઝંખવાવ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી પો.સ્ટે.વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ ઝંખવાવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તા.૧૬/૦૫/૨૦૨૫ ના રોજ મૌજે ઝંખવાવ ગામે મામા ફળીયામાં આઇ.ટી.આઇની કોટની બાજુમાં બીબીબેન સિદ્દીકભાઇ મુલતાની ઘરમાં તા.માંગરોલ જી.સુરત સાજીદ સિદ્દીક મુલતાની રહે,ઝંખવાવ ગામ મામા ફળીયુ તા.માંગરોલ જી.સુરત નાઓ ગાયનું કતલ કરે છે તે બાતમી ના આધારે રેડ કરતા એક ઇસમ તથા બે બેન અંધારાનો લાભ લઇને નાસી ગયેલ હોય ત્યાં આગળ અલગ અલગ પ્લાસ્ટિકની કોથળીમાં શંકાસ્પદ ગૌમાંસ ભરેલ હોય તથા બાજુમાં છુટક શંકાસ્પદ ગૌમાંસ તથા ગાયની કાપેલી હાલતમાં ચામડુ ઉતારી લીધેલ માંથુ પડેલુ હોય જેની આજુબાજુમાં લોહી પડેલ જણાયેલ જેથી પશુચિકિત્સક ને બોલાવી ગૌમાંસ બાબતે ખરાઇ કરાવતા પશુ ચિકિત્સક માંસની તપાસ કરતા માંસ ગાયનુ હોવાનુ જણાવી તે અંગે પ્રથામિક સર્ટી રજુ કરેલ બાદ ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. તેમાં બીબીબેન સિદ્દીકભાઇ મુલતાની,ખુશબીનાબેન હસનેનભાઇ મુલતાની,સાજીદ સિદ્દીક મુલતાની તમામ રહે,ઝંખવાવ ગામ મામા ફળીયુ તા.માંગરોલ જી.સુરતને વોન્ટેડજાહેર કરેલ છે.ઝંખવાવ પોલીસે 50કિલો જેટલું ગૌમાંસ, કોથળા, વજન કાંટા,વિગેરે કુલ 6900 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના પત્રકાર વસીમ મલેક બેસ્ટ બ્યુરોચીફ ના એવૉર્ડ થી થયા સન્માનિત

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપી મોહર્રમના તહેવારની ઉજવણી કરવા માંગ કરાઇ.

ProudOfGujarat

ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021 થી નર્મદાના સિંધા પરિવારના ત્રણ સદસ્યોને સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!