Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 12.35 લાખની ચોરી કરનારા વિરારના સસરા-જમાઇ પૈકી જમાઇની ધરપકડ

Share

બાઇક પર બન્ને વિરારથી સુરત અને બાદમાં સુરતથી ભરૂચ આવ્યાં હતાં.
ભરૂચ.
ભરૂચ શહેરના પટેલ સુપર માર્કેટ વિસ્તારમાં આવેલાં ડો. દિલીપ શાહના દવાખાનાની ઉપર આવેલાં ફ્લેટ નંબર 3 અને 4માં  71 વર્ષના રંજનબેન પ્રકાશભાઇ અટાલીયા રહે છે. તેઓએ ગત 17મી એપ્રિલે સવારે સાડા-દશેક વાગ્યાના અરસામાં તેમના ફ્લેટ નંબર 4ના ઘરનું રોજીંદુ કામ પુર્ણ કરી તેમણે તેમના 4 નંબરના ફ્લેટને તાળું મારી 3 નંબરના બીજા ફ્લેટમાં ગયાં હતાં. જે બાદ સાંજના સમયે તેઓ કામ અર્થે 4 નંબરના ફ્લેટમાં આવતાં તેનું તાળું તુટેલું જણાયું હતું. તેમણે ઘરમાં જઇ તપાસ કરતાં તેમની સામાન મુકવાની પતરાની પેટીનું તાળું પણ તુટેલું હતું તેમજતેમાંથી સોનાની 4 બંગડી, સોનાની બે ચેઇન, સોનાના બે કંગન, સોનાની 6 નંગ ચુડી, ચાંદીનો એક કંદોરો, ચાંદીની થાળી-વાટકીનો એક સેટ તેમજ 1.50 લાખ રૂપિય રોકડા મળી કુલ 12.35 લાખની વધુની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇગયાં હતાં.
 ઘટનાની જાણ કરતાં ભરૂચ એ ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી રંજનબેન અટાલિયાની ફરિયાદના આધારે ગુનો નોંધાવી હતી. દરમિયાનમાં પોલીસે મામલામાં તપાસનો દોર શરૂ કર્યો હતો.  દરમિયાનમાં સીસીટીવી ફૂટેજ તેમજ ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતાં ચોરીના કારસામાં વિરારના રાહુલ સિલ્વરાજ મુપનાર નામના શખ્સની સંડોવણી હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ તે હાલમાં ભરૂચના એસટી ડેપો પાસેના ફ્રુટ માર્કેટ નજીક આંટાફેરા મારે છે. જેના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની પુછપરછમાં તેને ચોરીની કબુલાત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના સસરા શિવા ધોત્રે ભંગારનો ધંકો કરતાં હોવાથી તેઓ ચોરીઓ કરતાં હતાં. તેમની સાથે રહીને તે પણ ચોરીઓ કરતાં શીખી ગયો હતો. એક મહિના પહેલાં સસરા-જમાઇ બન્ને વિરારથી બાઇક પર સુરત આવ્યાં હતાં. સુરત રાત રોકાયા બાદ તેઓ બાઇક પર ભરૂચ આવ્યાં હતાં. જ્યાં તેમણે એક માર્કેટમાં આવેલાં ફ્લેટમાં ચોરીને અંજામ આપી બન્ને વિરાર પરત જતાં રહ્યાં હતાં. જે બાદ તેઓ પરત દશ-15 દિવસ બાદ ફરી બાઇક લઇને ચોરીના ઇરાદે વલસાડ ગયાં હતાં. જ્યાં અલગ અલગ જગ્યાએ રેકી કરી તેઓએ વલસાડ બસ સ્ટેશન પાસેના ફ્રુટ માર્કેટ પાસે એક ફ્લેટના ત્રીજા માળે એક ઘરમાં ચોરી કરી હતી. જેમાં બે લાખ રોકડા તેમજ જણસોની ચોરી કરી હતી.ઉપરાંત તેણે કબુલ્યું હતું કે, તેઓ પાસેથી બાઇક ચોરીની હતી. જે મુંબઇના નાલા સોપારા ખાતે રહેતાં શંકર રાજેશ કાલેએ ચોરી કરી હતી. જે તેઓ વાપરતાં હતાં. પોલીસે રાહુલ મુપનારને ઝડપી પાડી તેના સસરા શિવા ચિનપ્પા ધોત્રે (હાલ રહે. કલ્યાણ, મુળ રહે. ભાલકી, કર્ણાટક) તેમજ સાગરિત શંકર રાજેશ કાલે (રહે. નાલા સોપારા) ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ : વાલીયા તાલુકાના પણસોલી ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખેડૂત શિબિર યોજાઈ.

ProudOfGujarat

આગામી બકરી ઈદ નિમિત્તે કાયદેસરના પશુઓને ન પકડવા બાબતે રાજ્યના ગૃહમંત્રી ને સંબોધી મુસ્લીમ સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું……

ProudOfGujarat

નડિયાદ : કપડવંજ ઝુલેલાલ મંદિરના ગાદીપતિ બ્રહ્મલીન થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!