ભરૂચ જિલ્લામાં કૅચ ધ રેઇન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો પ્રથમ તબક્કો, ૩૪૬ કાર્ય પ્રગતિ હેઠળ, ૨૩૨ કાર્ય પૂર્ણ
અત્યાર સુધીના ડેટા અનુસાર, કુલ ૬૮૫ લક્ષિત કાર્યોમાંથી, ૩૪૬ કાર્યોનું અમલીકરણ શરૂ થઈ ગયું છે જ્યારે ૨૩૨ કાર્યો સંપૂર્ણપણે પૂર્ણ થયા
- ભરૂચ જિલ્લાનું જળ સંરક્ષણ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર નેતૃત્વ
- ભરૂચ જિલ્લામાં યોજના પૂર્ણ થતા અંદાજિત ૨૫.૦૦ લાખ ધનમીટરની ડિસ્ટીંગ થશે
- કાંસની સફાઇ ૩૫૦.૦૦ કીલો મીટર, ૧૫૨.૫૫ કીલો મીટર નહેરની સફાઇ, ૧૮ જેટલા ચેકડેમ રીપેરીંગ,
- ૨૪૯ પીવાના પાણીના સોર્સ, WTP, ઉંચી ટાંકી, ભુગર્ભ સંપની સાફ સફાઇ તેમજ મનરેગા હેઠળના કામોને આવરી લેવાયા
ભરૂચ
જળ સંરક્ષણ પ્રત્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પને આગળ વધારતાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૦૪ એપ્રિલે કૅચ ધ રેઇન – સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 ( SSJA 2.0 ) ની શરૂઆત કરી હતી. આ અભિયાનનો હવે પ્રથમ ફેઝ પૂર્ણતાને આરે છે અને આટલા ઓછા સમયગાળામાં રાજ્ય સરકારે નોંધનીય પ્રગતિ કરી છે. ત્યારે સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 હેઠળ ભરૂચ જિલ્લાએ જળ સંરક્ષણ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર નેતૃત્વ દર્શાવ્યું છે. જ્યાં SSJA 2.0ના અમલીકરણમાં ભરૂચ જિલ્લો પણ રાજ્યમાં મોખરેનું સ્થાન લઈ કામગીરી કરી રહ્યો છે.

જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં “સુજલામ સુફલામ્ જળ અભિયાન – કેચ ધ રેઇન ૨.૦ – ૨૦૨૫” જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ થયેલા આયોજનના કામોનું “સુજલામ સુફલામ જળ અભિયાન અને કેચ ઘ રેઈન યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે જીલ્લાના અલગ અલગ વિભાગના વર્ષ ૨૦૨૫ માટે ૬૮૫ જેટલા કામોનો નિર્ધારિત લક્ષ્યાંકોને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી ૩૪૬ કામો પ્રગતિમાં છે અને ૨૩૨ કામો પૂર્ણ થયા છે. સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 હેઠળ, વિવિધ શ્રેણીઓમાં કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં તળાવોને ઊંડા કરવાની પ્રવૃત્તિ સૌથી વધુ સક્રિય રહી છે. ચેક ડૅમ ડીસિલ્ટિંગના પ્રોજેક્ટો, ચેક ડૅમ સમારકામ માટે નહેર સંરચનાની સફાઈ, તળાવ, જળાશય, ચેકડેમના કામો, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોની જાળવણી અને વરસાદી પાણીનો સંગ્રહ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો પણ આ અભિયાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં જળ સંપતિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ, ગ્રામ વિકાસ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, ઉપરાંત અન્ય સંબિધત વિભાગો/નિગમો દ્વારા આ અભિયાન અંતર્ગત જળ સંચય તથા જળ બચાવને લગતા જુદા-જુદા કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. જ્યાં ભરૂચ જિલ્લામાં અંદાજિત ૨૫.૦૦ લાખ ધનમીટરની ડિસ્ટીંગ થનાર છે. જેમાં કાંસની સફાઇ ૩૫૦.૦૦ કીલો મીટર, ૧૫૨.૫૫ કીલો મીટર નહેરની સફાઇ, ૧૮ જેટલા ચેકડેમ રીપેરીંગ, ૨૪૯ નંગ, પીવાના પાણીના સોર્સ, WTP, ઉંચી ટાંકી, ભુગર્ભ સંપની સાફ સફાઇ તેમજ મનરેગા હેઠળના કામોથી રોજગારી ઉભી થઈ રહી છે.
