Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાવાઝોડાને લઈ શહેર સહિત ૧૦૦ થી વધુ ગામમાં અંધારપટ છવાયો

Share

વૃક્ષો તૂટી પડવાથી વીજપોલને પણ ક્ષતિ થતાં વીજળી વેરણ બની

વીજ વિભાગે તુરંત એક્શનમાં આવી તમામ ક્ષતિઓ દૂર કરી વીજ પુરવઠો પુન: શરૂ કર્યો

Advertisement

। ભરૂચ ।

ભરૂચ શહેર અને જિલ્લામાં મધ્યરાત્રિના સમયે ૪૦ કીલોમીટર પતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થવાની અને મકાનોના પતરા ઉડી જવાની ઘટના બની હતી. ભરૂચ શહેરના મહત્તમ વિસ્તારમાં તેમજ જિલ્લાના ૧૦૦થી વધુ ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં રાત્રીના બફારામાં લોકોની હાલત દયનિય બની ગઈ હતી. જોકે, બીજી તરફ વીજ કંપનીના સ્ટાફે તુરંત એક્શનમાં આવી કામગીરી હાથ ધરી હતી. બપોર સુધીમાં વીજ કર્મચારીઓએ એકંદરે તમામ ક્ષતિઓ દૂર કરી વીજ પુરવઠો પુન કાર્યન્વિત કર્યો હતો.

વાવાઝોડાના કારવી જિલ્લાભરમાં ભારે નુકસાની થઈ હતી. જેમાં હાંકોટ, નેત્રંગ અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ટ્રાન્સફોર્મર તુટી ગયાની ઘટના બની હતી. કુલ ૧૭ એલટી પોલ અને અને પાચ એચટી પોલ ઝાડ પડવાને કારવો તુટી ગયાં હતાં. ઘટનાને પગલે વાવાઝોડું શાંત થતાં જ અમારી ટીમો કામે લાગી ગઈ હતી. અને અંદાજે ૧૦૦થી વધુ ગામોમાં અને શહેરી વિસ્તારમાં હપ્પ થઈ ગયેલાં વીજ પુરવઠાને પુન:કાર્યન્વિત કર્યો હતો તેમ ડીજીવીસીએલના ભરૂચ સર્કલ ઓફિસના એસઇ હેમાંગ મોદીએ જણાવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં રાત્રિના સમયે  અંકલેશ્વરમાં જ મીમી, આમોદમાં ૪ મીમી, જંબુસરમાં ૩ મીમી, ઝયડીયામાં ૧૮ મીમી, નેત્રંગમાં ૧ મીમી, ભરૂચમાં ૧૬ મીમી, વાગરામાં ૧૯ મીમી અને હાંસોટમાં ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ૨૮ મે સુધી શક્તિ વાવાઝોડાને લઈ ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયુ છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 219 ઉપર પહોંચી જયારે આજે બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

ProudOfGujarat

ભરૂચ ખાતે યોજાનાર લોક રક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરાઈ.

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો વિવાદ ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચતા કેજરીવાલ તરફથી જાણો શું થઈ રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!