Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અગાઉના ઝઘડાની રીસ રાખી મહિલા તેમની પુત્રીઓ પર પરિવારનો હમલો

Share

વાલિયા તાલુકામાં આવેલાં શિનાડા  ગામે બનેલી ઘટના
ભરૂચ.
વાલિયા તાલુકામાં આવેલાં શિનાાડા ગામની અને હાલમાં અમદાવાદના બાવળાં ખાતે રહેતાં ગંગાબેન રાવજી પરમાર તેમજ તેમની ત્રણ પુત્રીઓ સજલ, આરતી અને નેહા સાથે હાલમાં વાલિયાના શિનાડા ગામે આવ્યાં હતાં. દરમિયાનમાં સાંજના સમયે તેઓ તેમના ઘરની અડાળીમાં બેઠાં હતાં. તે વેળાં તેમની પુત્રીઓ તેમને સમજાવતાં હતાં કે, ગામમાં કે ફળિયામાં કોઇને મદદ કરવી નહીં જે બાબતે તેમની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે તેમના પાડોશમાં રહેતાં કપુર લલ્લુ વસાવા, લલ્લુ મુળજી વસાવા, લક્ષ્મી લલ્લુ વાસવા તેમજ સોમી લલ્લુ વસાવાએ ત્યાં મારક હથિયારો સાથે દોડી આવ્યાં હતાં. તેમજ તુ કેમ અમને મન ફાવે તેમ બોલ્યાં કરે છે તેમ કહીં તેમની સાથે ઝઘડો કરી તેમના પર ધારિયા, લોખંડની પાઇપ સહિતનામારક હથિયારોથી હુમલો કરતાં માતા-પુત્રીઓને ઇજાઓ થઇ હતી. તેઓએ હવે પછી અમોને ફાવે તેમ બોલશો તો તમારા ટાંટીયા ભાંગી નાંખીશું તેવી ધમકીઓ આપી તેઓ તેમના ઘર તરફ જતાં રહ્યાં હતાં. ઇજાગ્રસ્તોને 108ની મદદથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share

Related posts

ક્રિષ્ના શ્રોફ તેની ટીવી ડેબ્યૂ કરે છે, ખતરોં કે ખિલાડી પર તેનો પહેલો સ્ટંટ માત્ર આટલી મિનિટોમાં પૂર્ણ કરે છે!

ProudOfGujarat

ભરૂચના કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ. રાજીવ ગાંધીની પૂણ્યતિથીએ શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

ProudOfGujarat

અંકલેશ્વર- બાર કલાક સુધી ડેડબોડી સરકારી હોસ્પિટલમાં પડી રહી પરંતુ ડોક્ટર ના આવતા પરિવારજનોમાં આક્રોશ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!