Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રૂપિયાની લેતી-દેતીમાં શખ્સે યુવાનની મોપેડ સળગાવી દીધી

Share

જંબુસરના લાલ શહિદ મસ્જીદ પાસે બનેલી ઘટના
ભરૂચ.
જંબુસરના લાલ શહિદ મસ્જીદ પાસે રહેતાં મોઇન અબ્દુલ કાદર મલેકના સસરા છ વર્ષ પહેલાં ગુજરી ગયાં હોઇ તેમનું મોપેડ તેઓ તેમજ તેમની પત્ની વાપરતાં હતાં. ગત 28મી માર્ચની રાત્રે તેમણે તેમની મોપેડ ઘરની નીચે પાર્ક કરી હતી. અરસામાંવહેલી સવારે ચારેક વાગ્યે તેમના સંબંધીએ તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તમારી મોપેડમાં આગ લાગી છે. તેથી તેમણે નીચે આવીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, આગ કાબુમાં નહીં આવતાં આખી મોપેડ સળગી ગઇ હતી. દરમિયાનમાં તેમના સંબંધી બલાલ મલેક તેમજ સાળા મુસ્તકીમ અને અસલમે તેમને જણાવ્યું હતું કે, અમે ત્રણેય ઘર તરફ જતાં હતાં તે વેળાં કાલુ અનાડી ત્યાંથી ભાગતો તેમણે જોયો હતો. તેમના ઘર પાસે રહેતાં સાજીદ મહમદ હુસેન શેખ ઉર્ફે કાલુ અનાડીનું સિબિલ સારૂ ન હોવાનેક ારણે તેને ટેમ્પો ખરીદી કરવા માટે લોન મળતી ન હતી. જેના પગલે મોઇનના સાળાના નામે કાલુએ ટેમ્પોખરીદી કર્યો હતો.જેના હપ્તા તે ભરતો હતો. જોકે, છેલ્લાં પાંચેક હપ્તા તેણે નહીં ભરતાં બેન્કમાંથી મોઇનના સાળા પર રૂપિયા ભરવા માટે દબાણ થઇ રહ્યું હતું. તેમજ તેનો સિબિલ પણ ખરાબ થઇ રહ્યો હતો.જ સાજીદ ઉર્ફે કાલુ અનાડીને અનેકવાર રૂપિયા ભરવા કહેવા છતાં હાલમાં સગવડ નથી તેમ કહેતો હતો. દરમિયાનમાં બેન્કમાંથી તેમનો ટેમ્પો ખેંચી ગયાં હતાં. જેથી કાલુ અનાડી અવારનવાર તેમને તમારા લીધે મારો ટેમ્પો ખેંચી ગયાં તેમ કહીંને તેમની સાથે તકરાર કરતો હતો. તેણે જ મોપેડ સળગાવી હોવાની શંકાએ તેમણે કાલુ અનાડી સાથે વાતચિત કરતાં તેેણ જ મોપેડ સળગાવી દીધી હોવાનું જણાવ્યું હતું. વાતચિત વેળાં તેણે રૂપિયા આપવાનું જણાવતાં તેમણે મામલામાં ફરિયાદ નોંધાવી ન હતી. જોકે, બાદમાં તેણે રૂપિયા નહીં આપતાં આખરે તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Share

Related posts

ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, પોલીસ વિભાગમાં શોકની લાગણી

ProudOfGujarat

આમોદ નાહીયેર રોડ ઉપર વહેલી સવારે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં નાનાસાંજા ગામે જુગાર રમતા આઠ જુગારીયાઓ ઝડપી પોલીસે કુલ રૂપિયા ૨૪,૩૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!