Proud of Gujarat
bharuchCulturedharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વડ સાવિત્રીએ મહિલાઓએ વડની પુજા કરી, પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી

Share

ભરૂચ.
જેઠ મહિનાના સુદ પક્ષની તેરસથી પૂનમ સુધી વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે, આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન છે. માન્યતા છે કે, આ કથા સાંભળવાથી મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા પ્રમાણે સાવિત્રી મૃત્યુના દેવતા યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી હતી. ભરૂચમાં મહિલાઓએ તેમના પતિની લાંબી અને નિરોગી આયુ માટે વ્રત કરી વડની પુજા કરી હતી.
 આ વર્ષે 10 જૂન એટલે કે આજથી શરૂ થશે અને 11 જૂનના રોજ બપોરે 1:13 વાગ્યે પૂર્ણ થશે. હિંદુ ધર્મમા પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. દર વર્ષે આ વ્રત દેશના કેટલાક ભાગમાં વૈશાખ મહિનાની અમાસના દિવસે તો કેટલાક ભાગમાં જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે. પરંતુ સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમા જેઠ મહિનાની પૂનમના દિવસે જ આ વ્રતને કરવાનું વિધાન છે.
મહિલાઓ પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે. પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ-પાર્વતી અને ગણેશની પૂજા કરે છે. તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે. પછી ઝાડ ઉપર નાડાછડી બાંધે છે. શ્રદ્ધાપ્રમાણે કેટલીક મહિલાઓ 11 અથવા 21 વાર ઝાડની પરિક્રમા સાથે સૂતરના દોરો લપેટે છે.મહિલાઓ 108 પરિક્રમા પણ કરે છે.
આ વ્રત રાખવાથી પતિ ઉપર આવતા સંકટ દૂર થાય છે અને આયુષ્ય લાંબુ થાય છે. જો લગ્નજીવનમાં કોઈ પરેશાની ચાલી રહી હોય તો આ વ્રતના પ્રતાપથી દૂર થાય છે. પરિણીત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખદ લગ્નજીવનની કામના કરીને વડના ઝાડની નીચે પૂજા-અર્ચના કરે છે.

Share

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરી અને સેવા સદન ખાતે આજે સરપંચની ચુંટણીના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ એસ.ટી મઝદુર સંધ દ્વારા વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નર્મદા રાજપીપળામાં આજે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં 6 ગામનાં આદિવાસીઓની મુલાકાત લઈ એમના પ્રશ્નો સાંભળ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!